શોધખોળ કરો
Advertisement
ગોવા એરપોર્ટ પર ચાહકે સેલ્ફી લેવાનો કર્યો પ્રયાસ, સલમાન ખાને ફોન ઝૂંટવી લીધો, વીડિયો વાયરલ
બોલીવૂડ અભિનેતા સલમાન ખાનનો ગુસ્સો ફરી એક વખત સામે આવ્યો છે. પોતાના ચાહકોને પ્રેમ કરનાર સલમાન ખાન આ વખતે ચાહકો પર ગુસ્સે થયો હતો.
પણજી: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનનો ગુસ્સો ફરી એક વખત સામે આવ્યો છે. પોતાના ચાહકોને પ્રેમ કરનાર સલમાન ખાન આ વખતે ચાહકો પર ગુસ્સે થયો હતો. સલમાન ખાનનો ગુસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે તે એરપોર્ટ પરથી નિકળી રહ્યો હતો અને એક ચાહકે તેની સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી.
સલમાન ખાનના આ ગુસ્સાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો સેલેબ્સની પરવાનગી વગર ફોટો ક્લિક કરતા હોય ત્યારે સેલેબ્સ ગુસ્સે થઈ જતા હોય છે. એરપોર્ટ અથવા પબ્લિક ઈવેન્ટ્સમાં આવું ઘણીવાર બનતું હોય છે. હાલમાં જ ગોવા એરપોર્ટ પર સલમાન ખાને એક ચાહકનો ફોન ઝૂંટવી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે.
સલમાન ખાન રાધે યોર મોસ્ટ વોન્ટેડભાઈના શૂટિંગ માટે મુંબઈથી ગોવા આવ્યો છે. ગોવા એરપોર્ટ પર સલમાનની એક ઝલક માટે ચાહકોની ભીડ જમા થઈ હતી. સલમાન એરપોર્ટની બહાર નીકળે છે ત્યારે એક ચાહક એક્ટરની મંજૂરી વગર તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતો હતો. સલમાન ખાન ગુસ્સે થઈ ગયો હતો. ગુસ્સામાં આવીને સલમાન ચાહકનો ફોન ઝૂંટવીને ચાલવા લાગ્યો હતો. સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion