ઉલ્લેખનીય છે કે સલમાન ખાને લાંબો સમય ઇન્દોરમાં વિતાવ્યો છે. તે ઇન્દોર આવતો રહે છે. તેણે ઘણીવાર ઇન્દોર પ્રત્યે પોતાના પ્રેમ પણ દર્શાવ્યો છે. આ પહેલા સલમાન ખાનનો એક ઇન્ટરવ્યૂ વાયરલ થયો હતો. જેમાં તે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથના વખાણ કરી રહ્યો છે. તે કહી રહ્યો હતો કે, “જો હું છિંદવાડાથી હોત તો કમલનાથને વોટ આપત.” સલાન ખાન પહેલા કરીના કપૂર ખાન ભોપાલથી ચૂંટણી લડે તેવા સમાચાર હતા.
2/2
નવી દિલ્હીઃ એક્ટ્રેસ કરીના કપૂરને મધ્ય પ્રદેશથી ચૂંટણી લડાવવાના અહેવાલ બા હવે સાંભળા મળી રહ્યું છે કે, બોલિવૂડના દબંગ સલમાન ખાન પણ રાજનીતિમાં પોતાનો હાથ અમજાવી શકે છે. કોંગ્રેસના પ્રદેશ સચિવ રાકેશ યાદવે નિવેદનમાં જણાવ્યું કે, સલમાના નામ પર કોંગ્રેસ વિચાર કરી રહી છે. સલમાન ખાન જો ઇન્દોરથી ચૂંટણી લડે તો ઇંદોરમાં યુવાઓને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો ફાયદો મળશે.