શોધખોળ કરો
સના ખાનનું થયું બ્રેકઅપ, કહ્યું- ‘એક્સ બોયફ્રેન્ડનું 10-12 છોકરીઓ સાથે હતું લફરું’
સનાએ દાવો કર્યો કે, તેના આ મામલે શંકા વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં ગઈ હતી.

નવી દિલ્હીઃ પોતાના સંબંધની જાહેરાત કર્યાને એક વર્ષથી પણ ઓછા સમયમાં એક્ટ્રેસ અને એક્સ બિગ બોસની કન્ટેસ્ટન્ટ સના ખાને પુષ્ટિ કરી છે કે તેણે ડાન્સર મેલ્વિન લુઇસ સથે પોતાના બ્રેક અપ કરી લીધુ છે, તેનો દાવો છે કે મેલ્વિન લુઇસે તેને દગો આપ્યો છે.
સનાએ એક ઇન્ટરવ્યૂમાં ટાઈમ ઓફ ઇન્ડિયાને જણાવ્યું, ‘મારું માલ્વિનની સાથે બ્રેકઅપ થઈ ગયું છે, કારણ કે તેણે મને દગો દીધો હતો. મેં તેને દિલથી પ્રેમ કર્યો હતો અને તેના પ્રત્યે કમિટેડ હતી. બદલામાં મને જે મળ્યો, તેણે મને દુઃખ પહોંચાડ્યું અને હું સ્તબ્ધ થઈ ગઈ. ચિંતા થઈ રહી છે અને ડિપ્રેશનમાં છું.’
ચીટિંગ વિશે પૂછવા પર સનાએ કહ્યું, ‘થોડા દિવસ પહેલા મને લાગ્યું કે તે કંઈ કરી રહ્યો છે. જોકે મને શંકા હતી, માટે મેં તેનો મોબાઈલ ફોન લઈ લીધો, જે તેણે મારી પાસેથી પરત લઈ લીધો અને મેસેજીસ ડિલીટ કરવાનું શરૂ કરી દીધું. ત્યારે મને લાગ્યું કે લોકોએ તેના વિશે જે મને કહ્યું હતું તે સાચુ હતુ અને મેં સંબંધ ખત્મ કરી દીધા. મને બાદમાં એ પણ જાણવા મળ્યું કે, તે પહેલાથી જ કોઈ અન્ય યુવતીને ડેટ કરી રહ્યો હતો. મને ખબર છે એ યુવતી કોણ છે, પરંતુ તેનું નામ જાહેર કરવું મારા માટે ઠીક નહીં રહે.’

સનાએ દાવો કર્યો કે, તેના આ મામલે શંકા વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં ગઈ હતી. આ વિશે સના જણાવ છે કે, ‘હું બીમાર હતી, પરંતુ તે બિલકુલ ચિંતિત ન હતો. હું મારા ચહેરાને વાળથી સંતાડીને ફરતી હતી પરંતુ તેણે ક્યારેય મારી ચિંતા ન કરી. હું ખુશ છું કે ભગવાને મને આ ઝેરેલી સંબંધમાંથી બચાવી.’View this post on InstagramThere are poems inside of you that paper can’t handle ♥️ . . . . . . . #sanakhan
સનાએ આગળ કહ્યું, ‘હું શારીરિક રીતે સંબંધથી બહાર નીકલી ગઈ છું, પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે હું હજુ પણ આ સંબંધમાંછું. હું તેની સાથે લગ્ન કરવા માગતી હતી. મને નથી લાગતું કે હું હવે હું કોઈપણ પુરુષ પર વિશ્વાસ કરી શકીશ.’
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
શિક્ષણ
દેશ
Advertisement