આ સમયે સંજય દત્તના પિતા સુનિલ દત્ત એક ફિલ્મની શૂટિંગ માટે અમેરિકા ગયા હતા. આ ઘટના બાદ પોલીસે પિસ્તોલ અને સંજય દત્તનો પાસપોર્ટ ઝપ્ત કરી લીધો હતો. આ ઘટના 1993ના બોમ્બ બ્લાસ્ટના 10 વર્ષ પહેલા બની હતી. પ્રેમમાં પાગલ સંજય દત્તનો આ પ્રથમ ગુનો હતો. સંજય દત્તની બાયોપિકમાં કથિત ગર્લફ્રેન્ડ ટીના મુનીમની ભૂમિકા સોનમ કપૂર નિભાવવાની છે અને ટ્રેલરમાં પણ આ બંને વચ્ચે રોમાંસ, ઝઘડા અને ડ્રગના કારણે થયેલી લડાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આ ઘટના ફિલ્મમાં જોવા મળશે કે કેમ તે ફિલ્મ જોયા બાદ જ ખ્યાલ આવશે.
2/4
ટીના મુનીમ સાથેના બ્રેકઅપ બાદ સંજય દત્તે રીવોલ્વર લઈ નશાની હાલતમાં પોતાના પાલીહિલ સ્થિત બંગલોમાં અંઘાઘૂઘ ગોળીઓ ચલાવી હતી. ગોળીઓના અવાજના કારણે પાડોશીઓ એકઠા થયા અને તેની વિરૂદ્ધમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
3/4
મુંબઈ: સંજય દત્તની જિંદગી પર આધારિત ડાયરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજૂ' થોડા સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સંજય દત્તની અંગત જિંદગી સાથે જોડાયેલી કેટલીક વાતોના ખુલાસા થશે. 308 અફેરની વાત કબૂલ કરનારા સંજય દત્તનું અભિનેત્રી ટીના મુનિમ સાથેનું અફેર ધણું ચર્ચામાં રહ્યું છે. ફિલ્મ સંજૂમાં ટીના મુનિમની ભૂમિકામાં સોનમ કપૂર જોવા મળશે. ટીના મુનીમ અને સંજય દત્ત એકબીજાના ખાસ મિત્રો હતા. ફિલ્મ રોકીની રિલીઝ પહેલા તેઓ એકબીજાને સારી રીતે ઓળખતા હતા. રોકી ફિલ્મ દરમિયાન બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા પરંતુ એ પહેલા જ સંજય દત્ત નશાની લતનો શિકાર બની ગયો.
4/4
ટીના મુનીમે સંજય દત્તનો સાથ ત્યારે છોડ્યો જ્યારે તે ડ્રગ એડિક્ટ બની ગયો હતો. ટીનાએ જ્યારે સંજયનો સાથ છોડ્યો ત્યારે તે એકદમ ભાંગી પડ્યો હતો અને ત્યારબાદ સંજય દત્તે એક એવું કામ કર્યું જેનાથી લોકો સ્તબ્ધ રહી ગયા.