શોધખોળ કરો
Advertisement
બાલાકોટ એર સ્ટ્રાઈક પર આ ડિરેક્ટર બનાવશે ફિલ્મ, જાણો કોણ હશે હીરો....
મુંબઈઃ જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલામાં ભારતના 40 જવાન માર્યા ગયા. ભારતે આ હરકતનો જવાબ આપતા પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પને નિશાન બનાવ્યા હતા. ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી આતંકીઓના કેમ્પ નષ્ટ કર્યા હતા. તેને લઈને એક બાજુ બી ટાઉન સ્ટાર્સ ભારતીય વાયુસેનાને સલામ કરે છે, તો હવે બાલાકોટ એર સ્ટ્રાઈક પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે.
એક રિપોર્ટ અનુસાર સંજય લીલા ભણસાળી બાલાકોટની એર સ્ટ્રાઈક પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર બાલાકોટ એર સ્ટ્રાઈક પર બનનારી ફિલ્મ સંજય લીલા ભણસાળી ડિરેક્ટ નહી કરે, પણ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. ફિલ્મના ડાયરેક્ટર અભિષેક કપુર બની શકે છે. ફિલ્મની કાસ્ટિંગની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે.
પ્રોજેક્ટમાં કેટલાક દિગ્ગજ કલાકારોએ રસ દાખવ્યો છે. જો કે હજુ અધિકારીક રીતે પુષ્ટી થવાની બાકી છે, બાલાકોટ એર સ્ટ્રાઈક પર ઓછામાં ઓછી 5 પ્રોડક્શન કંપનીઓના પ્રતિનિધિઓએ ઈન્ડીયન મોશન પિક્સર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMMPA) તરફ જશે. આવુ એટલા માટે કેમકે તે આ ફિલ્મનું ટાઈટલ પોતાના નામે રિઝર્વ કરી શકે. આ ટાઈટલમાં પુલવામા ધ ટેરર એટેક, પુલવામા એટેક વર્સિઝ સર્જિકલ સ્ટ્રાઈક 2.0, સર્જિકલ સ્ટ્રાઈક 2.0, બાલાકોટ જેવા ટાઈટલનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 23 ટાઈટલ રજીસ્ટર કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement