એસી ચાલુ કરવા બાબતો હૉટ એક્ટ્રેસે કેબ ડ્રાઇવર સાથે ગાળાગાળી, ગુસ્સે ભરાયેલા ડ્રાઇવરે એક્ટ્રેસની સાથે...........
એક્ટ્રેસ સંજન્ના ગલરાનીએ સોશ્યલ મીડિયા પર કહ્યું કે તેને કેબ ડ્રાઇવરે પરેશન કર્યો હતો, અને તેને કૉવિડ-19 ગાઇડલાઇન વિશે કંઇજ ન હતુ બતાવ્યુ. આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ ગયો છે.
મુંબઇઃ બેંગ્લુરમાં એક કેબ ડ્રાઇવરે કન્નડ અભિનેત્રી સંજન્ના ગલરાની (Sanjjanaa Galrani) વિરુદ્ધ ટેક્સીમાં એર કન્ડીશનર ચાલુ નહીં કરવા પર કથિત રીતે ગાળાગાળી કરવા પર ફરિયાદ નોંધાવી છે. કેબ ડ્રાઇવરનુ કહેવુ છે કે, એસી ચલાવવુ કર્ણાટકના કૉવિડ 19 ગાઇડલાઇનની વિરુદ્ધ છે, પરંતુ એક્ટ્રેસ સંજન્ના ગલરાનીએ સોશ્યલ મીડિયા પર કહ્યું કે તેને કેબ ડ્રાઇવરે પરેશન કર્યો હતો, અને તેને કૉવિડ-19 ગાઇડલાઇન વિશે કંઇજ ન હતુ બતાવ્યુ. આ બધાની વચ્ચે ઘટનાનો વીડિયો વાયરલ થઇ ગયો છે.
કેબ ડ્રાઇવરે પોતાની ફરિયાદમાં કહ્યું કે, સંજન્ના ગલરાની મંગળવારે સવારે અહીં દોમ્મલૂરની પાસે પોતાની ટેક્સીમાં સવાર થઇ હતી, તે વાહનમાં બેસી અને મને એસી ચાલુ કરવા માટે કહ્યું, પણ મે સરકારના કૉવિડ -19 દિશા નિર્દેશો અનુસાર એસી ચાલુ કરવાની ના પાડી દીધી. પરંતુ તેને મારી સાથે ગાળાગાળા કરી ને કહ્યું કે એસી ચાલુ કરો અને એક પૉઇન્ટ પર રાખો.
પોતાની ફરિયાદમાં ઘટનાને યાદ કરતા ડ્રાઇવરે કહ્યું- અભિનેત્રીએ ચાર પૉઇન્ટ સુધી એસી વધારી દીધુ અને મને ગાળો કાઢવા લાગી હતી. તેને મારી વિરુદ્ધ અપહરણનો કેસ નોંધાવવા અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર મારી વિરુદ્ધ અભિયાન ચલાવવાની ધમકી પણ આપી હતી. મે કર્ણાટક ડ્રાઇવર્સ ફેડરેશનની સાથે આ મામલો ઉઠાવ્યો છે.
સંજન્ના ગલરાનીએ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે આનાથી દુઃખી છે. છેવટે, શું એક કેબ ડ્રાઇવરને પડકાર આપી શકુ છુ? હું આટલી નીચે ક્યારેય નહીં જાઉં, આટલી બધી મહિલાઓનુ અપમાન કરવામાં આવે છે, અને કેબ ડ્રાઇવરો દ્વારા પુરેપુરુ ભાડુ આપવા છતાં તેમને ઉતારી દેવામાં આવે છે. એક ગ્રાહકોના રૂપમાં આ મારો અધિકાર છે કે હું સારી સેવા માંગુ. કેબ ડ્રાઇવર દ્વારા લગાવવામાં આવેલા આરોપો માત્ર સ્ટૉરી સિવાય કંઇજ નથી. આ ઘટનાને લઇને એક્ટ્રેસ સંજન્ના ગલરાનીએ બુધવારે સોશ્યલ મીડિયા પર વાત કહી હતી.