આ દરમિયાન દર્શકો અને પોલીસ વચ્ચે તકરાર થઈ હતી. પોલીસે કેટલાક લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. કાર્યક્રમમાં ભાગદોડ થઈ હતી અને કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. શોમાં ભાગદોડના કારણે સપના ચૌધરી શો અધુરો છોડી મંચ પરથી ઉતરી રવાના થઈ ગઈ હતી. બિગ બોસ શો બાદ ડાન્સર સપના ચૌધરીની ફેન ફોલોવિંગમાં ખૂબ વધારો થયો છે.
2/3
રાજગઢ જિલ્લાના પચોરમાં કે.કે ઈવેન્ડ ઝોન એન્ડ પ્રોડક્શન દ્વારા સપના ચૌધરીના સ્ટેજ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સપના ચૌધરીના કાર્યક્રમને એક કલાક જેટલો પણ સમય થયો નહતો ત્યાં કાર્યક્રમમાં અવ્યવસ્થા સર્જાઈ હતી.
3/3
નવી દિલ્હી: રાજગઢ જિલ્લાના પચોરમાં બુધવારે ડાન્સર સપના ચૌધરીના શોમાં ભાગદોડ થઈ હતી, જેને કારણે પોલીસે શો જોવા આવેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં બે લોકો ઘાયલ થયા છે. ડાન્સર સપના ચૌધરીના શોમાં મોટી સંખ્યમાં લોકો ઉમટી પડતા ભીડને કાબૂમાં કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.