શોધખોળ કરો
સમલૈંગિકતા પર SCના નિર્ણયથી બોલિવૂડના આ ડાયરેક્ટર થયા ખુશ, કહ્યું 'આજે મને ગર્વ થઇ રહ્યો છે'
1/3

ભારતના સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિકતાને અપરાધ માનવું કે ના માનવું તેને લઈ આજે સુનાવણી થઈ હતી જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું સજાતીય સંબંધ ગુનો નથી. બે પુખ્ત વ્યક્તિ મરજીથી સંબંધ બનાવે તે ગુનો ન કહેવાય. તેમણે કહ્યું છે કે લોકોએ જુની માન્યતામાંથી બહાર નીકળવું પડશે. સજાતિય સંબંધ ધરાવનારને સમાન અધિકાર મળવો જોઈએ. હાલના સમયમાં ભારતમાં સમલૈંગિક સંબંધ ગેરકાયદેસર છે. પરંતુ દુનિયાના 26 દેશ એવા છે, જેમણે ગત વર્ષોમાં સમલૈંગિકતાને લીગલ ગણાવી કાયદામાં સ્થાન આપ્યું છે.
2/3

કરણે એક તસવીર શેર કરીને લખ્યું છે કે, "ઐતિહાસિક નિર્ણય, આજે મને ગૌરવનો અનુભવ થાય છે. સમલૈંગિકતાને અપરાધ મુક્ત કરવો અને કલમ 377ને ખત્મ કરવું એક મોટી વાત છે. દેશને આ નિર્ણયથી ઓક્સિજન મળ્યું છે."
Published at : 07 Sep 2018 07:33 AM (IST)
View More





















