ઉદયપુરઃ દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશાનું ઉદયપુરમાં પ્રી વેડિંગ ચાલી રહ્યું છે. જેમાં બોલીવુડ, રાજકારણ, બિઝનેસ વર્લ્ડની અનેક સેલિબ્રિટી સામેલ થઈ હતી. બોલીવુડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાન શનિવારે સાંજે પત્ની ગૌરી ખાન સાથે ખાનગી ફ્લાઇટમાં ઉદયપુર આવી પહોંચ્યા હતા.
2/4
ઈશાની અંબાણીની ગઈકાલે યોજાયેલી સંગીત સેરેમનીમાં શાહરૂખે મન મુકીને ડાન્સ કર્યો હતો. સ્ટેજ પર ડાન્સ કરતી વખતે શાહરૂખની સાથે તેની પત્ની ગૌરી પણ જોવા મળી હતી. આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
3/4
બોલીવુડ સ્ટાર્સ સલમાન ખાન, આમિર ખાન, કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા પણ ઈશાની સંગીત સેરેમનીમાં સામેલ થયા હતા. કરિશ્મા કપૂર અને જેક્લીન ફર્નાન્ડીઝે પણ સંગીત સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું.
4/4
ઈશા અંબાણીની પ્રી વેડિંગ સેરેમનીમાં સામેલ થવા અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન પણ આવ્યા હતા.