કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ધૂમ-4 જબરજસ્ત એક્શન ફિલ્મ હશે, જેમાં શાહરુખ ખાન ખતરનાક સ્ટંટ કરતો પણ નજર આવશે. શાહરુખ પહેલા સલમાન, રણવીર સિંહનું નામ પણ જોડવામાં આવ્યું હતું.
2/4
મુંબઈ: સુપરહિટ ફિલ્મ ‘ધૂમ’ સીરીઝની ફિલ્મોમાં ખલનયાકની મુખ્ય ભૂમિકા હોય છે. એવામાં સીરીઝના ચોથા ભાગમાં સલમાનખાનને લઈને અટકળો ચાલી રહી હતી તેની વચ્ચે હવે શાહરુખ ખાન વિલેનના રોલમાં નજર આવી શકે છે. અહેવાલ પ્રમાણે શાહરુખ ખાન ‘ઝીરો’ ફિલ્મની શૂટિંગ પૂરી કર્યા બાદ ધૂમની શૂટિંગ શરૂ કરશે. બૉલીવૂડ ફિલ્મકાર આદિત્ય ચોપડા પોતાની સુપરહિટ ફિલ્મ ‘ઘૂમ’ સીરીઝનો ચોથો ભાગ બનાવવા જઈ રહ્યા છે.
3/4
જણાવી દઈએ કે ધૂમમાં જૉન અબ્રાહમ, ‘ધૂમ 2’ માં રિતિક રોશન અને ‘ધૂમ-3’ માં આમિર ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. ચર્ચા હતી કે ધૂમ 4 માં સલમાન ખાને ખલનાયકની ભૂમિકા ભજવશે, પણ હવે ચર્ચા એવી ચાલી રહી છે કે ‘ધૂમ 4’ માં શાહરુખ ખાન વિલનની ભૂમિકા ભજવશે.
4/4
આદિત્ય ચોપડા હાલમાં આમિર ખાનને લઈને ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિંદુસ્તાન’ બનાવી રહ્યા છે. ફિલ્મના ફસ્ટ લૂક રિલીઝની સાથે આદિત્ય ‘ધૂમ 4’ની અધિકારિક જાહેરાત પણ કરી શકે છે.