શોધખોળ કરો
શૂટિંગ દરમિયાન શાહિદ કપૂર થયો ગંભીર ઈજાગ્રસ્ત, હોઠ પર આવ્યા 13 ટાંકા
શાહિદ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ જર્સીના શૂટિંગ માટે પંજાબમાં છે. આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે.

ચંદીગઢ: બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરને ફિલ્મના શૂટિંગ દરમિયાન ગંભીર ઈજા પહોંચી છે. શાહિદને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મોહાલી સ્ટેડિયમમાં શૂટિંગ દરમિયાન દુર્ઘટના થતાં ચહેરા પર ગંભીર ઈજા થતા હોઠ પર 13 ટાંકા લાગ્યા છે. શાહિદ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘જર્સી’ના શૂટિંગ માટે પંજાબમાં છે. આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક શૉટ રમતથી વખથે બોલ તેના હોઠ પર લાગ્યો હતો અને હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. હાલમાં ફિલ્મના શૂટિંગને રોકી દેવામાં આવ્યું છે. શાહિદની ઈજા સારી થાય ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ રિઝ્યૂમ કરશે. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર શાહિદને ઈજા થઈ હોવાની ખબર મળતા જ મીરા તરત ચંદીગઢ પહોંચી ગઈ છે. હાલમાં સેટ પરથી શાહિદની કોઈ તસ્વીર સામે આવી નથી.
વધુ વાંચો





















