શાહિદની વાત કરવામાં આવે તો તે બત્તી ગુલ મીટર ચાલુની શુટિંગમાં વ્યસ્ત છે. જેમાં તેની સાથે શ્રદ્ધા કપૂર અને યામી ગૌતમ પણ જોવા મળશે. શાહિદની પત્ની મીરા રાજપૂત બીજી વખત મા બનવાની છે અને થોડા સમયમાં બીજા બાળકને જન્મ આપશે. એવામાં એડ કંપનીઓ તેને મનાવવાની કોશિશ કરી રહી છે.
2/3
એક અહેવાલ મુજબ શાહિદ કપૂર અને મીરા રાજપૂતનો એક એડ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. બંને કોઈ હોમ અપ્લાયંસની એડમાં સાથે જોવા મળી શકે છે. મીરાએ કોઈ વિદેશી બેબી પ્રોડક્ટની એડ માટે શૂટિંગ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેણે એક પ્રોફેશનલ એક્ટરની જેમ માત્ર એક ટેકમાં જ શૂટીંગ પુરૂ કરી નાખ્યું છે.
3/3
મુંબઈ: છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત એક્ટિંગ ડેબ્યૂ કરશે તેવા રિપોર્ટ્સ સામે આવ્યા છે. હવે આ અહેવાલ થોડા સમયમાં જ સાચા પડશે તેવું લાગી રહ્યું છે.