નવી દિલ્હીઃ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે મિત્રની સાથે સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. પૂલની અંદર પાળતુ શ્વાન પણ છે, જેને સુહાના ખાન કિસ કરતી જોવા મળી રહી છે. સુહાનાનું સત્તાવાર એકાઉન્ટ નથી. પરંતુ ફેનક્લબ એકાઉન્ટ્સ પર તેની તસવીર અને વીડિયો છવાયેલા રહે છે.
2/3
સુહાના આ વીડિયોમાં સ્વિમિંગ પૂલમાં એક કૂતરાને કિસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સુહાનાના ઓફીશિયલ એકાઉન્ટ પરથી નહીં, પરંતુ ગ્લેમર એલર્ટ નામના એક ઇન્સ્ટાગ્રામ હેંડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અંગે કેટલાક લોકો સુહાનાના વખાણ કરી રહ્યાં છે, જ્યારે કેટલાક લોકો સુહાનાને જાત-જાતની સલાહ આપી રહ્યાં છે.
3/3
ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાનની બોલિવૂડ એન્ટ્રી બાદ સુહાનાના બોલિવૂડ ડેબ્યુની પણ ચર્ચાઓ થઇ રહી છે. પહેલાં કહેવામાં આવ્યું હતું કે, તે 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી ડેબ્યુ કરશે, પરંતુ તે પછી સામે આવ્યું કે આ ફિલ્મ દ્વારા તેની ફ્રેન્ડ અનન્યા પાંડે ડેબ્યુ કરશે.