હસીને મૉડેલિંગ શરૂ કરવા માટે તેને પોતાના જુના મિત્રને કૉલ કર્યો, શરૂઆતમાં તેને કૉલ કરવામાં થોડુ હિચકિચાટ પણ થયો હતો.
2/6
મીડિયા રિપોર્ટ અનુસાર, હસીન જહાંએ કહ્યું છે કે શમીને તેનું મૉડલિંગ ગમતુ ન હતું, એટલા માટે તેને છોડી દીધુ હતું. હવે જ્યારે શમી તેનાથી અલગ થઇ ગયો છે ત્યારે તે ફરીથી મૉડેલિંગ દ્વારા પોતાની લોકપ્રિયતા મેળવવા માગે છે.
3/6
હસીન પ્રૉફેશનલ મૉડલ રહી ચૂકી છે અને કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે ચીયર લીડર પણ બની છે. 2014માં મોહમ્મદ શમી સાથે લગ્ન કર્યા બાદ તેને મૉડેલિંગ છોડી દીધુ હતું.
4/6
હસીને કોર્ટમાં એ પણ માંગ કરી હતી કે શમી તેને દર મહિને 10 લાખ રૂપિયા ભરણપોષણ આપે. તેને ક્રિકેટર પર મેચ ફિક્સિંગ સુધીના આરોપો લગાવી દીધી હતા. જોકે બીસીસીઆઇ તેને ક્લિન ચીટ આપી હતી.
5/6
ક્રિકેટર મોહમ્મદ શમી પર બેવફાઇ, હત્યાની કોશિશ, રેપ સહિત કેટલાય મજબૂત આરોપ હસીન જહાંએ લગાવ્યા હતા. 4 મહિના પહેલા હસીને શમી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
6/6
મુંબઇઃ ક્રિકેટર મો.શમીથી અલગ થયેલી પત્ની હસીન જહાં હાલ મુંબઇમાં મૉડેલિંગ કરી રહી છે. તે ટુંકસમયમાં ડાયેરેક્ટર અમજદ ખાનની ફિલ્મ ફતવાથી બૉલીવુડમાં ડેબ્યૂ કરી શકે છે. હસીન ફતવામાં પત્રકારની ભૂમિકા નિભાવશે. ડીએનએના રિપોર્ટ અનુસાર, હસીને કહ્યું કે, 'મને મારી અને બાળકનું ગુજરાન ચલાવવા માટે કામ કરવાની જરૂર હતી.આ કારણે મે અમજદ ખાન સાથે સંપર્ક કર્યો અને તે સહમત થઇ ગયાં. મને કાયદેસરની લડાઇ લડવા માટે પણ પૈસાની જરૂર છે.'