Drugs Case: આર્યન કેસમાં શત્રુધ્ન સિન્હાએ શું કહ્યું? આપી આ પ્રકારની પ્રતિક્રિયા, કહ્યું, ‘શુક્રગુજાર હૂં કે...’
શાહરૂખ ખાનનો લાડલા આર્યન ખાનની ઘર વાપસી થઇ ગઇ પરંતુ એક વખત ફરી ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
શાહરૂખ ખાનનો લાડલા આર્યન ખાનની ઘર વાપસી થઇ ગઇ પરંતુ એક વખત ફરી ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મુદ્દે કેટલા સ્ટાર શાહરૂખની સપોર્ટમાં સામે આવ્યાં છે. તો કેટલાક સેલેબ્સને તીખી પ્રતિક્રિયા આપી છે.
આ સ્થિતિમાં ફરી એવો સવાલ થયો છે કે, શું સ્ટાર કિડસ ડ્રગ્સનું સેવન કરે છે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા શત્રુધ્ન સિન્હાએ કહ્યું કે, હું નસીબદાર છું કે મારા ત્રણેય સંતાન ડ્રગ્સનું સેવન નથી કરતા. આ સાથે તેમણે આર્યન ખાનના ડ્રગ્સ કેસ પર પણ તેમના વિચાર વ્યક્ત કર્યાં હતા.
શુત્રઘ્ન સિન્હાએ કહ્યું કે, કેવી રીતે NCBએ આર્યન ખાનની ધરપકડ કરી હતી. કાંતો આ ધરપકડ મામલાથી ધ્યાન ભટકાવવા માટે થઇ હતી અથવા તો શાહરૂખ સાથે હિસાબ પૂરો કરવા માટે થઇ હતી’
સેલેબ્સ દ્વારા તેમના બાળકોને યોગ્ય દિશા બતાવવાના પ્રશ્ન પર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, પડકાર હોય કે ન હોય, પરંતુ આ દિશા યોગ્ય નથી. હું હંમેશા તમાકુ વિરોધી ઝુંબેશ ચલાવું છું અને પ્રતિબંધ મુકવા અનુરોધ કરૂં છું.
તેણે આગળ કહ્યું કે, 'આજે હું મારી જાતને આ બાબતમાં ભાગ્યશાળી માનું છું કે હું મારા ત્રણ બાળકો લવ કુશ અને પુત્રી સોનાક્ષી વિશે ખૂબ જ ગર્વથી કહી શકું છું, મેં તેમને સારી રીતે ઉછેર્યા છે. જેથી તેઓ આ કૃત્યોથી દૂર જ રહ્યાં છે.
શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, 'માતા-પિતાની જવાબદારી છે કે, “તેઓ તેમના બાળક પર ધ્યાન આપે અને બાળકને ગલત સંગતમાં પડતાં રોકે. આર્યનને માત્ર એ માટે માફ ન કરવું જોઇએ કે, તે સુપર સ્ટારનો પુત્ર છે અને એના માટે તેને ટારગેટ પણ જ કરવો જોઇએ” આર્યન ખાન રવિવારે 28 દિવસ બાદ જેલમાંથી મુકત થયો અને મન્નતમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.