શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં દયા ભાભીનો રોલ કઈ અભિનેત્રી નિભાવશે? નામ જાણીને ચોંકી જશો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભીનો રોલ કરીને દિશા વાકાણીએ ઘર ઘરમાં પોતાનું નામ બનાવી લીધું હતું. દિશા વાકાણીના કેસમાં એવું બનતું કે તે બહાર નીકળે એટલે લોકો તેને દિશા વાકાણીના બદલે દયા ભાભી કહીને જ બોલાવતા હતા. દિશાએ દયાના કેરેક્ટરમાં જીવ રેડી દીધો હતો.
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભીનો રોલ કરીને દિશા વાકાણીએ ઘર ઘરમાં પોતાનું નામ બનાવી લીધું હતું. દિશા વાકાણીના કેસમાં એવું બનતું કે તે બહાર નીકળે એટલે લોકો તેને દિશા વાકાણીના બદલે દયા ભાભી કહીને જ બોલાવતા હતા. દિશાએ દયાના કેરેક્ટરમાં જીવ રેડી દીધો હતો.
દિશાનાં લગ્ન બાદ તે ગર્ભવતી બની ત્યારે લગભગ છેલ્લે સુધી સીરિયલમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે મેટરનિટી લીવ લીધી હતી. દિશાના રજાના દિવસોમાં પણ બીજી કોઈ હિરોઈનને સ્થાન ન આપી સીરિયલના ડાયરેક્ટ અસીત મોદી દિશાના અવાજના શોટ લઈને કામ પતાવતા હતા.
તેણીને દીકરી આવ્યા બાદ પણ ઘણો સમય સુધી તેની રાહ જોયા બાદ અંતે અસીત મોદીએ તેને પાછા ફરવા માટે કહ્યું હતું અને તેનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે સરખા જવાબ આપતી નહતી. એટલું જ નહીં દિશાનો પતિ પણ તેની કરિયર બાબતે ઈન્ટરફીયર કરતો હતો.
બીજી તરફ દિશા આવશે કે નહીં તેવા સમાચાર બધે ફેલાવા લાગ્યા હતા. હવે આ અંગે ચર્ચા ચાલી રહી છે કે દિશા નથી જ આવવાની અને તેની જગ્યાએ શિલ્પા શિંદે દયા ભાભીનો રોલ નિભાવશે. એટલું જ નહીં શિલ્પા શિંદે સિવાય બીજું નામ સુગંધા મિશ્રાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તો હવે જોવું રહ્યું કે બંનેમાંથી કોણ દયા ભાભી બનીને આપણી સમક્ષ આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion