શોધખોળ કરો
Advertisement
બોલિવૂડ એક્ટ્રેસનો ગંભીર આરોપ, કહ્યું- સિદ્ધાર્થ તેને મારતો અને ગાળો આપતો હતો....
શિલ્પાના જણાવ્યા અનુસાર તે સિદ્ધાર્થને લગ્નમાં મળી હતી. બંને મિત્રો હતા અને કેટલીક કોફી ડેટ પર પણ ગયા હતા.
નવી દિલ્હીઃ બિગ બોસ 11ની વિનર શિલ્પા શિંદેએ સિદ્ધાર્થ શુક્લાને લઈને ચોંકાવનારા ખુલાસ કર્યા છે. બિગ બોસ 13ના ફિનાલે પહેલા શિલ્પાએ જણાવ્યું હતું કે, તે સિદ્ધાર્થને ડેટ કરી ચૂકી છે. સિદ્ધાર્થની સાથે તેની રિલેશનશિપ ખૂબ જ મુશ્કેલભરી રહી હતી.
બિગ બોસ 13ના ગ્રાન્ડ ફિનાલે પહેલા શિલ્પા શિંદે અને સિદ્ધાર્થ શુક્લાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. સ્પોટબોય સાથેની વાતચીતમાં શિલ્પા શિંદેએ કહ્યું કે, ‘એક સમયે હું અને સિદ્ધાર્થ રિલેશનશીપમાં હતા. વાયરલ થયેલો ઓડિયો અમારા સંવાદનો છે જે મારપીટ બાદ થયો હતો.’
શિલ્પાના જણાવ્યા પ્રમાણે, “સિદ્ધાર્થે મને ચાલતી ગાડીમાંથી બહાર ફેંકી હતી. હવે આવા વ્યક્તિને બિગ બોસનો વિજેતા બનાવે તો બાકીના કન્ટેસ્ટન્ટ્સ સાથે અન્યાય થશે. તે હંમેશા મને મારતો હતો. મેં તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.”
શિલ્પાના જણાવ્યા અનુસાર તે સિદ્ધાર્થને લગ્નમાં મળી હતી. બંને મિત્રો હતા અને કેટલીક કોફી ડેટ પર પણ ગયા હતા. શિલ્પાએ કહ્યું, તે ખૂબ જ કેઝ્યુઅલ રિલેશનશિપ હતો. પરંતુ તે તેને પછીના સ્ટેજ પર લઈ ગઈ. તે મને કહેવા લાગ્યો કે, તું ટાઈમ પાસ કઈ રીતે કરી શકે છે? તને લવ જેવું કઈ નથી?’ પરંતુ તમને કોઈ સાથે થોડા દિવસો પસાર કરવાથી કંઈ પ્રેમમાં નથી પડી જતા.
બ્રેકઅપ અંગે શિલ્પાએ જણાવ્યું, “તેણે ખૂબ નાટક કર્યા હતા. તે મને રસ્તામાં ઊભી રાખી દેતો હતો. મને કહેતો હતો કે બહુ ફેમસ છે ને તું. જોઈએ છીએ કેટલી પોપ્યુલર છે. બાદમાં સિદ્ધાર્થને ‘બાલિકા વધુ’ શો મળી ગયો અને ધીમે-ધીમે હું તેનાથી દૂર થઈ ગઈ.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement