મુંબઇઃ બાહુબલી-2ની સફળતા બાદ પ્રભાસની સ્ટારડમ સલમાન ખાન અને શાહરૂખ ખાનની ઓછી નથી. પ્રભાસ સાથે કામ કરવા માટે દીપિકા પાદુકોણથી લઇને આલિયા ભટ્ટ તૈયાર છે. પરંતુ પ્રભાસની આગામી ફિલ્મ ‘સાહો’માં કામ કરવાનો શ્રદ્ધા કપૂર અને દિશા પટણીએ અલગ અલગ કારણોસર ઇનકાર કરી દીધો છે.
2/5
સૂત્રોના કહેવા પ્રમાણે, પ્રભાસની સાથે સાહોમાં પૂજા હેગડેને લેવાની વાત ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે 28 એપ્રિલના રોજ સાહો ફિલ્મનું ટિઝર રીલિઝ કરવામાં આવ્યું હતું જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.
3/5
ફિલ્મ મેકર્સ પ્રભાસની સાથે બોલિવૂડની એક્ટ્રેસ લેવા માંગતા હતા. આ માટે સાહો ફિલ્મના મેકર્સ સૌ પ્રથમ શ્રદ્ધા કપૂરનો સંપર્ક કર્યો હતો. શ્રદ્ધાએ સ્ક્રિપ્ટ વાંચી હતી અને તેને ખૂબ પસંદ પણ પડી હતી પરંતુ આખરે તેણે ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
4/5
જોકે, બાદમાં એવો ખુલાસો થયો હતો કે દિશાએ ફિલ્મ માટે પાંચ કરોડ રૂપિયા માંગ્યા હતા. જેને કારણે ફિલ્મ મેકર્સે તેનું નામ પડતું મુક્યું હતું. થોડા દિવસો અગાઉ સાહોમાં કેટરિના કૈફ હોવાની વાત સામે આવી હતી પરંતુ ફિલ્મ નિર્માતાઓએ આ અહેવાલનું ખંડન કર્યું હતું અને કહ્યું કે, કૈટરિનાને આ ફિલ્મની ઓફર થઇ નહોતી.
5/5
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શ્રદ્ધાએ ફિલ્મ માટે આઠ કરોડ રૂપિયા માંગ્યા હતા. તેની વધારે ફીસને કારણે તે આ પ્રોજેક્ટમાંથી બહાર પડી ગઇ હતી. બાદમાં ફિલ્મ મેકર્સે દિશા પટણીનો ફિલ્મ માટે સંપર્ક કર્યો હતો પરંતુ તેનો વ્યવહાર ખરાબ રહ્યો હતો. એક સૂત્રના કહેવા પ્રમાણે, દિશાએ આ માટે ફિલ્મ મેકર્સને મળવાનો પણ સમય આપ્યો નહોતો.