આ તસવીરને લઈને શ્રદ્ધા કપૂરને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. કેટલાક યૂઝર્સે તેને હેડગિયરના કારણે તેને મરઘી કહી તો કોઈએ તેને જોકર ગણાવી.
2/3
શ્રદ્ધાએ Dabbu Rtnaniના કેલેન્ડરમાં તેમના માથા પર અમેરિકન પ્રજાતિનું એક હેડગિયર પહેર્યુ હતુ. પરિણામે તેના પર ઉત્તર અમેરિકી રહેવાસીઓની સંસ્કૃતિને ખોટી રીતે રજૂઆત કરવાનો આરોપ છે. ડાયેટ સાબ્યા નામના ઇન્સ્ટા પેજ અનુસાર, અમેરિકન મુળ પ્રજાતિના સભ્ય સહન નહીં કરે કે તેના સતાવાર પહેરવેશ અથવા હેડગિયર્સ કોઇ અન્ય પર જોવા મળે.
3/3
મુંબઈઃ સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીએ હાલમાં જ વર્ષ 2019નું કેલેન્ડર લન્ચ કર્યું છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ કેલેન્ડરમાં બોલિવૂડની તમામ સેલિબ્રિટી જોવા મળી, જેમાં અમિતાભથી લઈને આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર અને શાહરૂખ ખાન પણ સામેલ છે. કેલેન્ડરમાં શ્રદ્ધા કૂપરની તસવીર વિવાદોમાં ફસાઈ ગઈ છે. એટલું જ નહીં તેના માટે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.