શોધખોળ કરો
Advertisement
લગ્નના 1 વર્ષ બાદ જ પતિથી અલગ થઈ આ એક્ટ્રેસ, છૂટાછેડા માટે આપી અરજી
લગ્ન પહેલા શ્વેતા અને રોહિત બે વર્ષ સુધી લિવઇન રિલેશનશિપમાં પણ રહ્યા હતા. ત્યાં જ વર્ષ 2017ની આસપાસ એક ટ્રિપ દરમિયાન તેમણે સગાઇ કરી લીધી હતી.
નવી દિલ્હીઃ એક્ટ્રેસ શ્વેતા બસુ પ્રસાદે 1 વર્ષ પહેલા ફિલ્મેમેકર રોહિત મિત્તલ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ હવે શ્વેતાએ તેના પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. થોડા દિવસ પહેલા જ શ્વેતાએ તેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. શ્વેતાએ જણાવ્યું હતું કે બન્ને પોતાની સહમતિથી અલગ થઈ રહ્યા છે. હવે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં શ્વેતાએ આ મામલે ખુલીને વાત કરી હતી. શ્વેતાએ કહ્યું, અમે છૂટાછેડા માટે અરજી કરી છે.
શ્વેતાએ રોહિતને લઈને કહ્યું, ‘રોહિતે મારી એક્ટિંગ કારકિર્દીમાં ઘણી મદદ કરી છે. હું એ વાતને લઈને હંમેશા તેની આભારી રહીશ. તે એક શાનદાર ફિલ્મમેકર છે અને મને આશા છે કે અમે એક દિવસ સાથે કામ કરીશું. અમે 5 વર્ષ સુધી રિલેશનશિપમાં હ્યા અને બાદમાં લગ્ન કર્યા. પરંતુ હવે અમે આ રિલેશનને ખત્મ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ તેમ છતાં અમે સારા મિત્ર રહીશું.’
વધુમાં શ્વેતાએ ઇન્સ્ટાગ્રામમાં પણ આ અંગે વાત કરતા એક પોસ્ટમાં લખ્યું કે દરેક પુસ્તકને ના વાંચી શકાય પણ તેનો મતલબ તે નથી કે તે પુસ્તક ખરાબ છે. કે કોઇ તેને નહીં વાંચી શકે. કેટલીક વસ્તુઓને અધુરી છોડવી જ સારી રહેશે.
લગ્ન પહેલા શ્વેતા અને રોહિત બે વર્ષ સુધી લિવઇન રિલેશનશિપમાં પણ રહ્યા હતા. ત્યાં જ વર્ષ 2017ની આસપાસ એક ટ્રિપ દરમિયાન તેમણે સગાઇ કરી લીધી હતી. શ્વેતાએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બંનેની મુલાકાત ફેંટમ ફિલ્મ દરમિયાન થઇ હતી.
ઉલ્લેખનીય છે કે શ્વેતાએ મકડી ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી ઇકબાલ, વાહ લાઇફ હો તો એસી, ડરના જરૂરી હૈ જેવી ફિલ્મો અભિનય કર્યો હતો. છેલ્લે તે ફિલ્મ તાશકંદ ફાઇલ્સમાં નજરે પડી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement