કોલકાતામાં લાઈવ મ્યુઝિક કોન્સર્ટમાં જાણીતા સિંગર કેકેનું હાર્ટ એટેકથી નિધન
કોલકાતામાં એક લાઈવ મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બોલીવુડના જાણીતા ગાયક કેકેનું અવસાન થયું છે.
Krishnakumar Kunnath Died: કોલકાતામાં એક લાઈવ મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બોલીવુડના જાણીતા ગાયક કેકેનું અવસાન થયું છે. આ લાઈવ કોન્સર્ટમાં ગીત ગાતી વખતે જ કેકેને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને તાત્કાલિક સીએમઆરઆઈ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કેકે 53 વર્ષના હતા. તેમણે હિન્દીમાં 200 થી વધુ ગીતો ગાયા છે. તેમણે હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મમાં પણ ગીતો ગાયા હતા.
Singer Krishnakumar Kunnath, popularly known as KK, passes away post his performance in Kolkata.
— ANI (@ANI) May 31, 2022
ઉલ્લેખનીય છે કે, કોલકાતામાં આયોજીત આ કોન્સર્ટમાં ગીત ગાતી વખતે જ કેકેની તબીયત બગડી હતી. અચાનક તબીયત ખરાબ થતાં કેકેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલના ડોક્ટરોએ તેમેને મૃત જાહેર કર્યા હતા. ઈંસ્ટાગ્રામ પોસ્ટમાં કેકેએ આ લાઈવ મ્યુઝિક કોન્સર્ટના ફોટો પણ શેર કર્યા હતા. આ મ્યુઝિક કોન્સર્ટ કોલકાતાની વિવેકાનંદ કોલેજમાં યોજાયો હતો. કેકેના નિધનથી ફિલ્મી જગતમાં એક સારા સિંગરની મોટી ખોટ પડી છે.
View this post on Instagram
Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 31, 2022
જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, તેમના ગીતો લાગણીઓની વિશાળ શ્રેણીને પ્રતિબિંબિત કરે છે કારણ કે તમામ વય જૂથોના લોકો સાથે તાલ મેળવે છે. અમે તેમને તેમના ગીતો દ્વારા હંમેશા યાદ રાખીશું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.