તેણે કહ્યું કે, બે દિવસ પહેલા હું એમ્સ્ટર્ડેમમાં હતો જ્યાં આ કાયદેસર છે અને મેં ત્યા જોયું હતું કે એક નિર્ધારિત દાયરામાં મહિલાઓ ત્યાં પણ હતી જે પ્રોસ્ટીટ્યૂટ્સ ગણવામાં આવતી. જ્યાં પોલીસની વધારે જરૂર નથી પડતી એટલા માટે કે ત્યાં આ ખૂબજ નોર્મલ વસ્તુ છે તેથી ત્યાં બળાત્કાર જેવી ઘટનાઓ વધારે નથી બનતી.
2/4
તેમણે કહ્યું, મુઝફ્ફરપુરમાં જે થયું તે આ પ્રકારની ઘટનાનો એક નાનો ભાગ છે. આપણા દેશમાં આવી અનેક ઘટનાઓ અનરજિસ્ટર અને અનએક્સપોસ્ડ રહી જાય છે. આપણે શાળાઓમાં બાળકોને સેક્સ શિક્ષણ આપવું જોઈએ. એટલુંજ સોનૂ નિગમે કહ્યુ કે દેશમાં હવે પ્રોસ્ટીટ્યૂશનને કાયદેસર કરી દેવું જોઈએ.
3/4
નવી દિલ્હી: બિહારના મુજફ્ફરપુર અને યૂપીના દેવરિયાના શેલ્ટર હોમ્સ સગીર બાળકીઓને પ્રોસ્ટિટ્યૂટશન કરાવવા અને તેની સાથે થયેલા બળાત્કારની ઘટનાથી દેશભરમાં હંગામો મચી ગયો છે. પરંતુ આવા ગંભીર મુદ્દાઓથી બૉલિવૂડ સેલેબ્સ ખાસ કરીને દૂર રહેવાનું વધારે પસંદ કરતા હોય છે. તેની વચ્ચે પોતાનો અભિપ્રયા બેઝિઝક આપતા ગાયક સોનૂ નિગમે આ મુદ્દે નિવેદન આપ્યું છે.
4/4
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સોનૂ નિગમે કહ્યું કે, દેશમાં આ પ્રકારની ઘટના માટે આપણી સિસ્ટમ જવાબદાર છે. સ્કૂલમાં બાળકોને સેક્સ એજ્યુકેશન ના આપવાનું મુખ્ય કારણ છે. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે જ્યાં અલગ અલગ જાતિ તથા ધર્મની સાથે સાથે અલગ અલગ સ્ટેટસ અને વિચારોવાળા લોકો પણ રહે છે. એવામાં આ આપણે આવા ગંભીર મુદ્દાઓના ઉકેલ માટે વિચારવું જોઈએ.