માનવામાં આવે છે કે, “અંગારે” દરમિયાન પ્રોડ્યુસર ગોલ્ડી બહલ અને એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે નજીક આવ્યા હતા. શૂટિંગ દરમિયાન તેમના વચ્ચેનું અંતર ઘટ્યું અને તેમણે લગ્ન કરી લીધા.
2/5
એક નવેમ્બર 1996માં માઈકલ જેક્સન ભારત આવ્યો હતો, સોનાલી બેન્દ્રએ તેનું સ્વાગત કરીને આરતી ઉતારી હતી. સોનાલીએ આરતી કરતી વખતે માઈકલ જેક્સનનું ભારતમાં સ્વાગત કર્યું હતું.
3/5
પાકિસ્તાની ટીમના જાણીતા પૂર્વ ક્રિકેટ શોએબ અખ્તર સોનાલી બેન્દ્રેનો દિવાનો હતો. એક ઈન્ટરવ્યુંમાં તેણે જણાવ્યું હતું કે તે સોનાલીને પ્રપોઝ કરવા માગતો હતો અને જો જવાબ નામાં આવ્યો હોત તો તે તેને કિડ્નેપ કરી લેતો.
4/5
સોનાલી બેન્દ્રે એક લેખક પણ છે. માતા બન્યા પછી તેણે પેરેન્ટિંગ પર પુસ્તક લખ્યું હતું, જેમાં તેણે પોતાનો અનુભવ શેર કર્યો હતો. 90ના દાયકામાં ફિલ્મોમાં સુનીલ શેટ્ટી અને સોનાલી બેન્દ્રેની જોડી ઘણી જાણીતી બની હતી. એવામાં કહેવાય છે કે સુનીલ શેટ્ટી અને સોનાલી બેન્દ્રે એક બીજાને પ્રેમ થઈ ગયો હતો. જોકે સુનીલ શેટ્ટે પહેલેથી જ મેરિડ હોઈ તેનો સંબંધ આગળ ના વધી શક્યો.
5/5
નવી દિલ્હીઃ સોનાલી બેન્દ્રેએ પોતાની સુંદરતાની સાથે સાથે એક્ટિંગ માટે પણ બોલિવૂડમાં ખાસ ઓળખ મેળવી છે. ફિલ્મો બાદ તે ટીવી રિયાલિટી શો દ્વારા એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ રહી. તે જ્યારે પણ કોઈ ઇવેન્ટમાં સામેલ થતી હતી ત્યારે તેની સ્ટાઈલ હંમેશા અલગ જોવા મળતી હતી. જુલાઈમાં જ સોનાલીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાને કેન્સર હોવાની વાત કહીને બધાને હચમચાવી દીધા હતા. હાલમાં તે ન્યુયોર્કમાં તેની સારવાર કરાવી રહી છે. હાલમાં જ તેની નણંદે સોનાલીની તબિયત રિકવર થઈ હોવાની વાત કહી હતી.