શોધખોળ કરો
Advertisement
જ્યારે બોલિવૂડની આ એક્ટ્રેસ એક જ વારમાં ખાઈ ગઈ 40 સમોસા, ચોંકી ગયા હતા બધા
અત્યારે સોનમ કપૂર અને દુલકર સલમાનની ફિલ્મ ‘ધ જોયા ફેક્ટર’ 20 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
નવી દિલ્હીઃ ટીવીના સૌથી ચર્ચિત કોમેડી શો ધ કપિલ શર્મામાં આ વખતે બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર જોવા મળી હતી. સોનમ પોતાની ફિલ્મ ધ જોયા ફેક્ટરના પ્રમોસન માટે કપિલના શોમાં આવી હતી. સોનમની સાથે ફિલમમાં તેના કો એક્ટર દુલકર સલમાન પણ જોવા મળ્યા હતા.
કપિલે સોનમને પૂછ્યું કે, છોકરીઓ લગ્ન બાદ વધારે સુંદર બની જાય છે, જેના જવાબમાં સોનમ કહે છે કે, છોકરાઓને શું થઈ જાય છે? સોનમનો આ જવાબ સાંભળી ત્યાં હાજર બધાં જોર-જોરથી હસવા લાગે છે.
શો દરમિયાન સોનમે જણાવ્યું કે, જ્યારે તે શૂટિંગ દરમિયાન પાપાને માર ખાતાં જોતી ત્યારે ડરી જતી હતી અને જોર-જોરથી રડવા લાગતી હતી અને કહેતી હતી કે, કેમ મારો છો મારા પાપાને.
શોમાં સોનમે વજન ઘટાડવાની જર્ની પણ શેર કરી. સોનમે જણાવ્યું કે, તે જ્યારે બોર્ડિંગ સ્કૂલમાં હતી ત્યારે તે જંક ફૂડ ખાતી. આ અંગે વધુમાં સોનમે જણાવ્યું કે, એકવાર તે એકસાથે 40 સમોસા ખાઈ ગઈ હતી. સોનમની આ વાત સાંભળી કપિલ શર્મા અને ત્યાં હાજર બધા જ લોકો ચોંકી ગયા. ત્યારબાદ સોનમે હસતાં-હસતાં કહ્યું, તે મિની કોકટેલ સમોસા હતા.
અત્યારે સોનમ કપૂર અને દુલકર સલમાનની ફિલ્મ ‘ધ જોયા ફેક્ટર’ 20 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ જોયા સોલંકીની નોવેલ ‘ધ જોયા ફેક્ટર’ પર આધારિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement