નવી દિલ્લી: નવી દિલ્લી સ્થિત વિજ્ઞાન ભવનમાં આયોજીત નેશનલ એવોર્ડ સેરેમનીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિજેતાઓને સન્માનિત કર્યા. વિનોદ ખન્નાને દાદા સાહેબ ફાળકે અવોર્ડ આપવામાં આવ્યો. તેમનો અવોર્ડ તેમની બીજી પત્ની કવિતા ખન્ના અને પુત્ર અક્ષય ખન્નાએ સ્વીકાર્યો. દિવંગત શ્રીદેવીને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો. આ અવોર્ડ પતિ બોની કપૂર અને પુત્રી જ્હાનવી અને ખૂશીએ સ્વીકાર કર્યો. શ્રીદેવીને આ સન્માન ફિલ્મ મોમ માટે આપવામાં આવ્યો. શ્રીદેવી માટે સન્માન લેતા સમયે બોની કપુર અને તેમની પુત્રીઓ ભાવુક થયા હતા. એઆર રહેમાનને બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટરનો અવોર્ડ આપવામાં આવ્યો.
2/3
અભિનેતા પંકજ ત્રિપાઠીને સ્મૃતિ ઈરાનીએ ફિલ્મ ન્યૂટન માટે ફિચર ફિલ્મ કેટેગરીમાં સમ્માન આપવામાં આવ્યું. શાશા ત્રિરૂપતિને બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ આપવામાં આવ્યો. ભનીતા દાસને ફિલ્મ વિલેજ રોકસ્ટાર્સ માટે બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ આપવામાં આવ્યો. દિવ્યા દત્તાને બેસ્ટ સપોર્ટિગ એક્ટ્રેસનું સમ્માન આપવામાં આવ્યું. તેમને આ સમ્માન ઈરાદા ફિલ્મ માટે મળ્યું. બાહુબલીને બેસ્ટ પોપ્યૂલર ફિલ્મનું સમ્માન આપવામાં આવ્યું.
3/3
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સંબોધનમાં કહ્યં આપણી ફિલ્મો શિક્ષા અને મનોરંજન બંને કરે છે. એક ભાષાના રૂપમાં ફિલ્મોએ હિંદીને ઘણું સશક્ત બનાવ્યું છે. રામનાથ કોવિંદે શ્રીદેવીને યાદ કરતા કહ્યું તેમનું જવું તેમના લાખો ચાહકો માટે નુકશાન છે.