શોધખોળ કરો
EDએ સુશાંત સિંહ રાજપૂતના પિતાનું નિવેદન નોધ્યું, જાણો શું સવાલ પુછવામાં આવ્યા ?
સુશાંત સિંહ રાજપૂત મોત મામલે આજે પ્રવર્તન નિર્દેશાલય (ED)એ અભિનેતાના પિતા કેકે સિંહેનું નિવેદન નોંધ્યું છે.
![EDએ સુશાંત સિંહ રાજપૂતના પિતાનું નિવેદન નોધ્યું, જાણો શું સવાલ પુછવામાં આવ્યા ? sushant singh rajput case ed records statement of father in pmla case EDએ સુશાંત સિંહ રાજપૂતના પિતાનું નિવેદન નોધ્યું, જાણો શું સવાલ પુછવામાં આવ્યા ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/18221126/SSR-father.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત મોત મામલે આજે પ્રવર્તન નિર્દેશાલય (ED)એ અભિનેતાના પિતા કેકે સિંહેનું નિવેદન નોંધ્યું છે. કેકે સિંહે અભિનેત્રી રિયા ચક્રવર્કતી પર સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા માટે ઉકસાવવાનો અને પૈસાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. નાણાકીય લેવડ-દેવડમાં થયેલી કથિત છેતરપિંડી મામલે ઈડીએ ફરિયાદ દાખલ કરી છે.
આજે ઈડીએ કેકે સિંહનું નિવેદન નોંધ્યું છે. ઈડીએ તેમને સુશાંતના બેંક એકાઉન્ટમાંથી ગાયબ પૈસા વિશે પૂછ્યું. કેકે સિંહને પુછવામાં આવ્યું કે એકાઉન્ટમાંથી અવૈધ રૂપથી 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા તેની જાણકારી તમને કઈ રીતે મળી.
કેંદ્રીય એજન્સી ED થોડા દિવસો પહેલા રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સહિત ઘણા લોકોની પૂછપરછ કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે 14 જૂને સુશાંત સિંહ રાજપૂત પોતાના બાંદ્રા સ્થિત નિવાસ સ્થાન પરથી મૃત મળી આવ્યો હતો.
તેની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. મોતના આશરે એક મહિના બાદ કેકે સિંહે પટનામાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મુંબઈ અને બિહાર પોલીસ વચ્ચે અણબનાવના સામાચાર સામે આવ્યા હતા. આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. તેને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો બાકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)