શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂતે કરી આત્મહત્યા, અક્ષય કુમાર થયો ભાવુક, કહ્યું- આ સમાચારે મને ચોંકાવી દીધો
બોલીવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે.
મુંબઈ: બોલીવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી તેને લઈને હાલ કોઈ જાણકારી સામે નથી આવી.
સુશાંત સિંહે રાજપૂતની આત્મહત્યાને લઈને બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે ટ્વિટ કરી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું, 'ઈમાનદારીથી આ ખબરે મને ચોંકાવી દિધો છે અને હું સ્તબ્ધ છું. મને યાદ છે સુશાંતને મે ચિચૌરમાં જોયો હતો અને પોતાના મિત્ર સાજિદને જણાવી રહ્યો હતો કે મે ફિલ્મનો કેટલો આનંદ લીધો અને કાશ હુ તેનો હિસ્સો રહ્યો હોત.એવા પ્રતિભાશાળી અભિનેતા...ભગવાન તેના પરિવારને શક્તિ આપે.'
સુશાંત સિંહ રાજપૂતના કરિયરની સૌથી મોટી ફિલ્મ સ્પોર્ટ્સ બાયોપિક 'એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી' માનવામાં આવે છે. આ ફિલ્મ માટે તેને પોતાના પ્રદર્શનને લઈ સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે ફિલ્મફેયર એવોર્ડમાં પ્રથમ નામાંકન મળ્યું. સુશાંત સિંહની અન્ય કોમર્શિયલ ફિલ્મોની વાત કરે તે તેની સફળ ફિલ્મોમાં કેદારનાથ અને છિછોરે રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement