શોધખોળ કરો
Advertisement
જેલમાંથી બહાર આવતા જ ફરી Twitter પર સક્રિય થઈ પાયલ રોહતગી, આ એક્ટ્રેસને કહી રોહિંગ્યા
જો કે સ્વરા ભાસ્કરના આ વીડિયો પર પાયલ જ નહીં સોશિયલ મીડિયામાં બીજા પણ અનેક લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ આઇટી એક્ટ હેઠળ જેલ જઇ ચૂકેલી અભિનેત્રી પાયલ રોહતગીએ જેલથી બહાર નીકળીને ફરી સોશિયલ મીડયા પર એક્ટિવ થઇ ગઇ છે. ત્યારે પાયલે હાલમાં જ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પર પ્રહાર કર્યો છે. સ્વરા ભાસ્કરે નાગરિક સંશોધન કાયદો અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનનો વિરોધ કર્યો છે. તે દિલ્હીમાં આ મામલે વિરોધ કરી રહેલા લોકોના સમર્થનમાં પણ બહાર આવી હતી. સ્વરા ભાસ્કરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર બહુ પ્રચલિત થઇ રહ્યો છે. જેમાં સ્વરા કહી રહી છે કે તેમની પાસે ન તો બર્થ સર્ટિફિકેટ છે, ન પાસપોર્ટ જે પછી સ્વરાને સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ કરવામાં આવી છે.
પાયલ રોહતગી સ્વરા ભાસ્કરના આ વીડિયો પર ટ્વિટ કરીને લખ્યું છે કે – રામ રામજી, મજા આવી જાય જો આનું નામ એનઆરસીમાં ના હોય, લાગે છે કે તે પોતાના પરિવારથી છૂટી પડી ગઇ છે. રોહિંગ્યા લાગે છે…કદાચ ડરી ગઇ છે. કારણ કે તેની પાસે ન ડિગ્રી છે ન કોઇ પ્રોપર્ટી, બહાર કાઢો તેને… જો કે સ્વરા ભાસ્કરના આ વીડિયો પર પાયલ જ નહીં સોશિયલ મીડિયામાં બીજા પણ અનેક લોકો તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. વળી એક યુઝરે સ્વરાનો વોટિંગ બાદનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. બીજી તરફ પાયલે સોશિયલ મીડિયા પર ગાંધી-નેહરુ પરિવાર પર આપત્તિજનક પોસ્ટ કરી હતી જેના કારણે તેની રાજસ્થાન પોલીસ અટક કરી હતી. અને કોર્ટે 24 ડિસેમ્બર સુધી પાયલને ન્યાયિક હિરાસતમાં મોકલી હતી. જે પછી તેને જમાનત મળી હતી.Ram Ram ji ???? मज़ा आ जाएगा अगर इसका नाम NRC में नहीं होगा क्यूँकि शायद यह अपने परिवार से बिछड़ गयी है ???? रोहिंग्या लगती है ????शायद घबरा गयी है पगली ???? क्यूँकि इसके पास ना degree है ना की कोई property ???? निकलो बाहर इसे ???? #payalrohatgi pic.twitter.com/yVZXHkadER
— PAYAL ROHATGI & Team- Bhagwan Ram Bhakts (@Payal_Rohatgi) January 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
શિક્ષણ
Advertisement