શોધખોળ કરો
‘તારક મેહતા કા ઉલ્ટા....’દયાબેનની વાપસીમાં થઈ શકે છે વિલંબ, શોના અન્ય કલાકારોએ ઉઠાવ્યો આ વાંધો.....
શોના કેટલાક એક્ટર્સને દિશાની આ શરતો સાથે મુશ્કેલી છે. તેમને દિશાના 6 કલાક કામ કરવાની શરતથી ઈશ્યૂ છે.

નવી દિલ્હીઃ દિશા વાકાણીની તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસીની લઈને હજુ સુધી રહસ્ય છે. દિશા શોમાંથી ગાયબ થયાને બે વર્ષ થઈ ગયા છે. જોકે, એક નાના સેગમેન્ટ માટે દિશાએ શૂટ કર્યું હતું. પરંતુ તે શોમાં ફુલ ફ્લેજ વાપસી ક્યારે કરશે તેને લઈને કોઈ જાણકારી નથી.
હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે દિશાએ શરત રાખી છે તે તે માત્ર 6 કલાક કામ કરશે. શોના મેકર્સ તેની આ શર્ત માટે તૈયાર થઈ ગયા હતા.ત સાથે જ મેકર્સે દિશા માટે સેટ પર કિડ પ્લે બનાવવાનું પણ વચન આપ્યું છે, જેથી તે પોતાની દીકરીનું પૂરું ધ્યાન રાખી શખે. બ્રેક્સમાં પોતાની દીકરી સાથે સમય વિતારી શકે. પરંતુ લાગેછે કે શોના મેકર્સનો આ પ્લાન પણ ફ્લોપ થઈ ગયો છે.
સ્પોટબોયના અહેવાલ અનુસાર, શોના કેટલાક એક્ટર્સને દિશાની આ શરતો સાથે મુશ્કેલી છે. તેમને દિશાના 6 કલાક કામ કરવાની શરતથી ઈશ્યૂ છે. આ જ કારણ છે કે દિશાની વાપસીમાં વિલંબ થઈ શકે છે.
આપને જણાવી દઇએ કે, દિશા વાકાણી ગત બે વર્ષથ તારક મહેતાથી દૂર છે. તે મેટરનિટી બ્રેકથી પરત આવી જ નથી. ગત દિવસોમાં દિશા વાકાણીને રિપ્લેસ કરવાની પણ વાતો આવી હતી.
જોકે થોડા સમય પહેલાં દિશાએ શૉ માટે નાનકડા સીનનું શૂટિંગ પણ કર્યુ હતું. દયાબેનને શૉમાં નાનકડાં સીનમાં જોઇને પણ ફેન્સ ખુશ થઇ ગયા હતાં. જોકે તેમની આ ખુશી વધુ સમય ટકી નહીં કારણ કે દિશાનું શૂટિંગ માત્ર 15 મિનિટનું હતું. તે એક જ એપિસોડમાટે શૉમાં જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ
Advertisement
