શોધખોળ કરો
Advertisement
શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રિપ્લેસ થશે દિશા વાકાણી? આ એક્ટ્રેસે દયાભાભી બનવા બતાવી તૈયારી
હે માતાજી....થી માંડીને ટપુના પાપા સુધીનE દયાભાભીના દરેક અંદાજને ફેન્સ મિસ કરી રહ્યાં છે. દિશા વાકાણી લાંબા સમયથી શોમાંથી ગાયબ છે ત્યારે હવે દયાભાભીની ભૂમિકામાં નવો ચહેરો જોવા મળશે?
ટેલિવૂડ: છેલ્લા 12 વર્ષથી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોમાં દીલિપ જોશી, મુનમુન દત્તા, શૈલેષ લોઢા, સહિતના સ્ટાર ફેન્સના ફેવરિટ બની ગયા છે. દરેક કિરદારની અલગ ઓળખ છે. દયાભાભી પણ દર્શકોના માનસ પર એક છાપ છોડી દેતુ કેરેક્ટર છે. જો કે દયભાભીનો રોલ કરતી દિશા વાકાણી છેલ્લા ત્રણ વર્ષથી સ્ક્રિન પર જોવા મળતી નથી.
દિશા વાકાણીએ 2017માં મેટેનિટી બ્રેક લીધો હતો, જો કે ત્યારબાદ તે શોમાંથી પરત નથી ફરી. એકવાર એક એપિસોડ માટે તેમણે કૈમિયો જરૂર કર્યો હતો. શોમાં અનેક વખત દિશા વાકાણીને રિપ્લેસ કરવાની વાતો પણ સંભળાતી હતી. જો કે હવે શો મેકરે દયાભાભીની ભૂમિકા માટે એક્ટ્રેસ સર્ચ કરવાનું શરૂ કરી દીધું છે.
નાગિનની 4ની એક્ટ્રેસ રાખી વિજાને દયાબેનનો રોલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા રાખી વિજાને કહ્યું કે, ‘કોઇ પણ દયા ન બની શકે કારણ કે તે આઇકોનિક છે. જો કે તક મળવી જોઇએ. હું આ રોલ કરવા ઉત્સુક છું, હું ફરી એકવાર મારા ફેન્સને હસાવવા ઇચ્છું છું’
હવે જોવું એ રહ્યું કે, શો મેકર્સ આ ઓપ્શન પર વિચાર કરશે અને રાખી વિજાનને દયાબેન બનવાનો મોકો આપશે કે નહીં? ઉલ્લેખનિય છે કે, ટીવી શો હમ પાંચમાં રાખી વિજાને સ્વીટીના રોલમાં દર્શકોને ખૂબ ઇન્ટરટેઇન કર્યાં હતા.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement