ઉલ્લેખનીય છે કે શૉના 10 વર્ષ પૂરા થવા પર એક સેલિબ્રેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતું પરંતુ શૉના એક્ટર કવિ કુમાર આઝાદનું આકસ્મિત નિધન થવાને કારણે તે રદ્દ કરવામાં આવ્યો હતો. કવિ કુમાર શૉમાં ડોક્ટર હંસરાજ હાથીનો રોલ કરી રહ્યા હતા.
2/3
નટુ કાકાએ જણાવ્યું કે, હું એક વ્યક્તિને જાણુ છું જે ડિપ્રેશનનો શિકાર હતો અને આત્મહત્યા કરવાનો વિચાર કરી રહ્યો હતો. પરંતુ તારક મહેતાના એક એપિસોડને કારણે તેના જીવનમાં આશાની કિરણ જાગી અને તેણે આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો. તેણે શૉનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
3/3
નવી દિલ્હીઃ ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને 10 વર્ષ પૂરા થઈ ગયા છે. આ 10 વર્ષમાં આ સોએ માત્ર લોકોને હસાવ્યા જ નથી પરંતુ જીવ પણ બચાવ્યા છે. શોમાં નટુ કાકાની ભૂમિકા ભજવનાર એક્ટર ઘનશ્યામ નાયકે જણાવ્યું કે, કેવી રીતે આ શોએ એક યુવકના આત્મહત્યા વિચાર બદલી નાંખ્યો હતો. 10 વર્ષ પૂરા થવા પર શોની ટીમે આ મામલે મીડિયા સાથે શો સાથે જોડાયેલ અનેક ખુલાસા કર્યા હતા.