શોધખોળ કરો
Advertisement
‘તારક મહેતા…’થી કારકિર્દીની શરૂઆત કરનાર આ એક્ટ્રેસ 10 વર્ષમાં બની એશિયાની 5મી સૌથી સેક્સી મહિલા
આજથી 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2009માં સુરભિએ જાણીતા કોમેડીટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી કારકિર્દીની શરૂઆત કરી હતી.
નવી દિલ્હીઃ ટેલીવિઝનની દુનિયામાં ટોચ સુધી પહોંચી કોઈ મોટી વાત નથી. પરંતુ કેટલાક એક્ટર અને એકટ્રેસ આ ઉપલબ્ધિ મેળવવા માટે ઘણી મહેનત કરે છે. અનેક એવા સ્ટાર હોય છે જેની મેહનત સફળ પણ થાય છે. અને તે પોતાની સફળતાના જોરે એ જગ્યાએ પહોંચી જાય છે જ્યાં પહોંચવાનું તેમણે સપનું જોયું હોય. આવી જ એક એક્ટ્રેસ છે સુરભિ ચંદના. સુરક્ષિએ ખૂબ મહેનત અને લગનથી કામ કરી આજે એ ઉપલબ્ધિ મેળવી છે જે જ્યાં સુધી પહોંચવાનું તેના માટે સરળ ન હતું.
આજથી 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2009માં સુરભિએ જાણીતા કોમેડીટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી કારકિર્દીની શરૂઆત કરી હતી. શોમાં સુરભિએ સેલ્સ ગર્લની ભૂમિકા ભજવી હીત. ત્યારે કદાચ તેણે વિચાર્યું પણ નહીં હોય કે શોમાં એક નાનકડો રોલ કરનારી યુવતી એક દિવસ એશિયાની સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં સામેલ થશે.
સુરભિએ પોતાની 10 વર્ષની જર્નીની વિગતો ઇન્સ્ટાગ્રામ પર વર્ણવી છે. સુરભીએ લખ્યું કે, “આ સફર સરળ નહોતી. ઘણી વસ્તુઓનું બલિદાન આપ્યું છે. લોકોએ પણ પસંદગી પર સવાલ ઉઠાવ્યા છે. પોતાના ટાર્ગેટ સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરી છે. આશા રાખું છું કે આગળ પણ હું આ કરતી રહીશ કારણકે મેં મારા માટે આ પસંદ કર્યું છે. આ મારા માતા-પિતાના ચહેરા પર ખુશી લઈને આવે છે. એ ખુશી છે હું હંમેશા તેમના ચહેરા પર જોવા માટે બેચેન હતી. આશા છે કે મારી સિદ્ધિઓ જોઈને તેઓ હંમેશા આમ જ હસતા રહેશે.
સુરભિએ આગળ લખ્યું, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વખતે મને એક્ટિંગનો A પણ નહોતો આવડતો અને સંજીવની 2માં રોજ હું મારી જાતને વધુ સારી બનાવવા મહેનત કરું છું. રોજ સંઘર્ષ કરું છું અને કંઈક નવું શીખું છું.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
Advertisement