Deepesh Bhan Death: 'ભાભીજી ઘર પર હૈ'ના 'મલખાન'નુ નિધન, ક્રિકેટ રમતી વખતે પડી ગયો હતો દીપેશ ભાન
દીપશ ભાન (Deepesh Bhan Passes Away)ના નજીકમાં રહેલા એક્ટર રોહિતાશિવ ગૌર આ ખબરથી આઘાતમાં છે.
Deepesh Bhan Death: ‘ભાભીજી ઘર પર હૈ’ માં મલખાનની ભૂમિકા નિભાવનારા એક્ટર દીપશ ભાનનુ નિધન થઇ ગયુ છે. દીપશ ભાને આજે સવારે અંતિમ શ્વાસ લીધો છે. તે શૉમાં પોતાની બેસ્ટ એક્ટિંગના અને કૉમિક ટાઇમિંગ માટે જાણીતો હતો. તેના નિધનનુ સાચુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી, પરંતુ કહેવાઇ રહ્યું છે કે, સવારે ક્રિકેટ રમતી વખતે પડી ગયો હતો, જે પછી તેને હૉસ્પીટલ લઇ જવામા આવ્યો હતો, ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
દીપશ ભાન (Deepesh Bhan Passes Away)ના નજીકમાં રહેલા એક્ટર રોહિતાશિવ ગૌર આ ખબરથી આઘાતમાં છે. તે કહે છે કે -શૉ માટે અમારા કૉલને સમય થોડો લેટ હતો, એટલા માટે મને લાગે છે કે જિમ બાદ, તે ક્રિકેટ રમવા માટે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગયો, આ તેની ફિટનેસ રૂટીનનો ભાગ હતો, પરંતુ રમત રમતી વખતે તે અચાનક પડી ગયો, આ અમારા બધા માટે એક ઝટકા સમાન છે..
રોહિતાશિવ ગૌરે કહ્યું કે, તે એક હેલ્ધી લાઇફ સ્ટાઇલને મેન્ટેન્ટ કરતો હતો, તેનામાં ફિટનેસના પ્રત્યે લલક હતી, મને ખબર છે કે હું શું અનુભવી રહ્યો છું, અમે બધા આ સમયે તેના ઘરે છીએ. શૉના કૉ-સ્ટાર ચારુલ મલિક પણ આ સમાચાર સાંભળીને આધાતમાં ડુબી ગયા છે, દીપશ ભાનની સાથે તેમનુ બૉન્ડિંગ સારુ હતુ.
ચારુલ મલિકે આપી શ્રદ્ધાંજલિ -
ચારુલ મલિકે કહ્યું કે, મને હજુ પણ આ વાત પર વિશ્વાસ નથી થઇ રહ્યો. મને આના વિશે સવારે ખબર પડી. હું કાલે જ તેને મળી હતી. તે એકદમ બરાબર હતો, અમે સાથે કટેલાક રીલ્સ પણ બનાવ્યા, તે સેટ પર મારી સૌથી નજીક હતો. અમે સાથે ખાવાનુ પણ ખાતા હતા, તે એક પ્રતિભાશાળી એક્ટર હતો, તે એક સારો માણસ હતો.
આ પણ વાંચો........
5G network: દેશમાં સૌ પ્રથમ વખત 5જી નેટવર્કનું ટ્રાયલ ગુજરાતના આ વિસ્તારમાં થશે, જાણો સંપૂર્ણ વિગત
Lumpy virus: સૌરાષ્ટ્રમાં લમ્પી વાઇરસનો કહેર યથાવત,144 પશુઓના મોત થતા હાહાકાર
Monkeypox: અમેરિકામાં પ્રથમવાર બાળકમાં જોવા મળ્યો મંકીપૉક્સ, વિશ્વમાં 13 હજારથી વધુ કેસ