શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસમાં પકડાયેલી કૉમેડિયન ભારતી અને તેના પતિને આજની રાત પણ જેલમાં રહેવુ પડશે, જાણો શું છે કારણ
જો એનડીપીએસ કોર્ટે એનસીબીની વાત પર વિચાર કરતા મંગળવારે સુનાવણી કરવાનો ફેંસલો કરશે, તો હર્ષ અને ભારતીને વધુ એક રાત જેલમાં જ વિતાવવી પડશે. એટલે કે ભારતી અને હર્ષની જામીન અરજી પર મંગળારે (24 નવેમ્બરે) સુનાવણી થશે
મુંબઇઃ ડ્રગ્સ મામલામાં પકડાયેલી કૉમેડિયન ભારત સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને હજુ પણ આજની રાત જેલમાં જ વિતાવવી પડશે, બન્નેની જામીન અરજી પર આજે એનડીપીએસ કોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ સરકારી વકીલ અતુલ સરપાંડે સેશન કોર્ટમાં બે અલગ અલગ સુનાવણીમાં વ્યસ્ત છે. જેના કારણે અધિકારી સુનાવણીને લઇને કોર્ટમાંથી મંગળવારે ભારતી અને હર્ષની અરજી પર સુનાવણી કરવાની અપીલ કરશે.
જો એનડીપીએસ કોર્ટે એનસીબીની વાત પર વિચાર કરતા મંગળવારે સુનાવણી કરવાનો ફેંસલો કરશે, તો હર્ષ અને ભારતીને વધુ એક રાત જેલમાં જ વિતાવવી પડશે. એટલે કે ભારતી અને હર્ષની જામીન અરજી પર મંગળારે (24 નવેમ્બરે) સુનાવણી થશે. આ પહેલા રવિવારે બન્નેને કોર્ટમાં હાજર કરવામા આવ્યા હતા, જ્યાં બન્નેને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવશે.
અતુલ સરપાંડેએ એબીપી ન્યૂઝને ફોન પર જણાવ્યુ કે, આજે તે સેશન્સ કોર્ટમાં બે અલગ અલગ કેસોની સુનાવણીમાં વ્યસ્ત છે, એટલા માટે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા જામીન કેસની સુનાવણીમાં સામેલ નહીં થઇ શકે. જોકે એનસીબી પોતાનો પક્ષ આજે એનડીપીએસ કોર્ટમાં રાખશે અને સુનાવણી માટે કાલે એટલે કે મંગળવારે સમય માંગશે.
ભારતી સિંહને બાયકુલા જેલમાં લઇ જવામાં આવી છે, જ્યાં તે ચાર ડિસેમ્બર સુધી રહેશે, વળી તેના પતિ હર્ષ લિંબાચિયાને તલોજા જેલમાં રહેવુ પડશે. ન્યાયિક હિરાસતમાં મોકલાયા બાદ તરતજ બન્નેએ વકીલ અયાઝ ખાન દ્વારા જામીન અરજી દાખલ કરી દીધી હતી, જેના પર આજે સુનાવણી થવાની હતી, આ દરમિયાન એનસીબીના વકીલ અતુલ દેશપાંડેએ મીડિયાને આ આખા ઘટનાક્રમ વિશે જણાવ્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement