Case: જેકલિન-નોરા બાદ આ હૉટ એક્ટ્રેસનું પણ મની લૉન્ડ્રિંગ કેસમાં નામ ઉછળ્યુ, ગુપચુપ રીતે સુકેશને મળવા જેલમાં જતી ને પછી...........
ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, નિક્કી તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુષા પાટિલની મુલાકાત સુકેશ સાથે ત્યારે થઇ જ્યારે તે જેલમાં હતો.
Money Laundering Case: ઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ મની લૉન્ડ્રિંગ કેસ મામલે ચાલી રહેલી તપાસમાં ટીવીની હૉટ એક્ટ્રેસ નિક્કી તંબોલીનુ નામ પણ નામ સામે આવ્યુ છે, એટલુ જ નહીં ચાહત ખન્નાનું નામ પણ આ મામલે સામે આવ્યુ છે. ઇડીના આરોપ પત્ર અનુસાર, નિક્કીને 3.5 લાખ રૂપિયા અને એક ગુચ્ચી બેગ આપવામા આવી હતી. એક્ટ્રેસ નોરા ફતેહી આ જ કારણોસર ગુરુવારે દિલ્હી દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શખા (ઇઓડબલ્યૂ)ની સામે હજાર થઇ હતી.
ઇન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, નિક્કી તંબોલી, ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુષા પાટિલની મુલાકાત સુકેશ સાથે ત્યારે થઇ જ્યારે તે જેલમાં હતો. આ તમામ પોતાની સહયોગી પિન્કી ઇરાણી દ્વારા તેને મળવા દિલ્હીની તિહાડ જેલમાં ગયા હતા.
ચાર્જશીટ મામલે આવી આ બાબત -
ઇડીની ચાર્જશીટમાં કહેવામા આવ્યુ છે કે, એપ્રિલ 2018માં પહેલી મુલાકાત દરમિયાન, આરોપી પિન્કી ઇરાણીને સુકેશ ચંદ્રશેખરે ₹10 લાખ રૂપિયાની રોકડ રકમ મળી. જેમાં તે તેને રોકડ રૂપિયા આપ્યા. નિક્કી તંબોલીને 1.5 લાખ, બીજીવાર, પોતાની પહેલી મુલાકાતના બે થી ત્રણ અઠવાડિયા બાદ, તે એકલે સુકેશ ચંદ્રશેખરને મળવા ગઇ, જ્યાં તેને આરોપી સુકેશ ચંદ્રશેખર દ્વારા ₹ 2 લાખ અને એક ગુચ્ચી બેગની રોકડ રકમ આપવામા આવી.
દિલ્હી પોલીસ ઇઓડબલ્યૂના અધિકારીઓ દ્વારા આ મામલામાં અભિનેતા જેકલિન ફર્નાન્ડિઝને બોલાવ્યાના ઠીક એક દિવસ બાદ નોરા ફતેહીની પુછપરછ કરવામા આવી હતી. ઇડી અનુસાર, નોરા અને જેકલિન બન્નેને સુકેશ પાસેથી કારો અને મોંઘી ગિફ્ટો મળી. કર્ણાટકના બેંગ્લુરુના મૂળ નિવાસી સુકેશ ચંદ્રશેખર હાલમાં દિલ્હીની જેલમાં બંધ છે, અને તેના વિરુદ્ધ 10 થી વધુ ગુનાખોરીના કેસો નોંધાયેલા છે. જ્યારે તે રોહીણી જેલમાં બંધ હતો, ત્યારે તેના પર 200 કરોડ રૂપિયાની જબરદસ્તી વસૂલી રેકેટ ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
-- ---
View this post on Instagram