Nupur Alankar Quit TV Industry: આ અભિનેત્રીએ અચાનક લીધો સંન્યાસ, મુંબઈ છોડી હિમાલય તરફ કર્યું પ્રયાણ
ટીવીની આ લોકપ્રિય અભિનેત્રીની જો તમે ક્યારેય ભગવા કલરના વસ્ત્ર, ગ્રે હેર અને મેકઅપ વગરના લુકમાં જોવા મળી જાય તો આશ્ચર્યની વાત નથી. જો તમને લાગે છે કે તે કોઈ પાત્ર માટે આવા લુકમાં છે, તો તે વાત ખોટી છે.
Nupur Alankar Quit Showbiz: ટીવીની લોકપ્રિય અભિનેત્રી નુપુર અલંકાર જો તમે ક્યારેય ભગવા કલરના વસ્ત્ર, ગ્રે હેર અને મેકઅપ વગરના લુકમાં જોવા મળી જાય તો આશ્ચર્યની વાત નથી. જો તમને લાગે છે કે તે કોઈ પાત્ર માટે આવા લુકમાં છે, તો અમે તમને જણાવી દઈએ કે એવું કંઈ નથી. તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ હશે, પરંતુ છેલ્લા 27 વર્ષથી શોબિઝ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો રહેલી નુપુરે એક્ટિંગનો વ્યવસાય છોડી દીધો છે. એટલું જ નહીં પરંતુ અભિનેત્રીએ તમામ સાંસારિક ઈચ્છાઓ પણ છોડી દીધી છે.
નૂપુરે હાલમાં જ કહ્યું હતું કે તેમણે ફેબ્રુઆરીમાં નિવૃત્તી લઈ લીધી હતી. તેણીએ વધુમાં કહ્યું કે તે હવે ફક્ત તીર્થયાત્રામાં જ વ્યસ્ત રહે છે અને જરૂરિયાતમંદોને મદદ કરે છે. સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે આધ્યાત્મિકતા તરફ હંમેશાથી ઘણો ઝોક રહ્યો છે અને તે હંમેશા આધ્યાત્મિકતાને અનુસરતી રહી છે. અભિનેત્રીએ કહ્યું કે તે થોડા સમય પહેલાની વાત છે, જ્યારે મેં મારી જાતને સંપૂર્ણ રીતે આધ્યાત્મિકતામાં સમર્પિત કરી દીધી હતી. નૂપુર કહે છે કે, હું ખુબ ભાગ્યશાળી છું કે મને, ગુરુ શંભુ શરણ મળ્યા. આ સાથે તેણે સિન્ટા (Cine And Tv Artistes Association)નો પણ આભાર માન્યો છે.
નુપુર અલંકાર આ રીતે મુસાફરી ખર્ચ અને જરૂરિયાતો પૂરી કરશે
નૂપુર અલંકારે CINTAA માં સમર્પિત સભ્ય તરીકે કામ કર્યું હતું અને અનેક સ્વાસ્થ્ય વર્કશોપનું આયોજન કર્યું હતું. નૂપુરે કહ્યું કે આ કારણે હું માત્ર મારા ગુરુને જ નહીં પણ એક ગુરુ ઉપચારકને પણ મળી, જેના પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. નૂપુર સારા કાર્યો માટે મુંબઈ છોડીને હવે હિમાલય તરફ આગળ વધી રહી છે. આ એક ખૂબ જ મોટું પગલું છે. અભિનેત્રી કહે છે કે હિમાલયમાં રહેવાથી તેની આધ્યાત્મિક યાત્રામાં વધારો થશે. નૂપુરનું કહેવું છે કે તેણે તેનો મુંબઈનો ફ્લેટ ભાડા પર આપ્યો છે, જેથી તેના પ્રવાસ અને બીજા ખર્ચ નિકળી જશે.
Lal Singh Chaddhaના બહિષ્કાર પર મુકેશ ખન્નાએ આપ્યું નિવેદન
હાલમાં જ એક ઈન્ટરવ્યુંમાં મુકેશ ખન્નાને પુછવામાં આવ્યું કે, આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું ફ્લોપ થવાનું કારણ શું છે? આ પ્રશ્નના જવાબમાં મુકેશ ખન્નાએ કહ્યું કે, આ કંઈ પ્રથમ વખત નથી કે જ્યારે કોઈ ફિલ્મને લઈ વિવાદ થયો હોય. પહેલાં પણ ઘણી ફિલ્મો સાથે આવું થઈ ચુક્યું છે. પરંતુ એવું પહેલી વાર બન્યું છે કે, કોઈના જૂના નિવેદનના આધારે વિવાદ વધારે વધ્યો હોય. આગળ મુકેશ ખન્નાએ કહ્યું કે, કેટલાક કથિત ડાયરેક્ટર, પ્રોડ્યુસર્સે આ એક સરળ રીત બનાવી લીધી છે કે, કોઈ ધર્મને નિશાન બનાવો, હંગામો થશે અને તમારી ફિલ્મને ફાયદો થશે. આમ કરવું ખોટું છે. બોટકોટ ટ્રેંડથી બોલીવુડને ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે જેના ઉપર ધ્યાન આપવું જરુરી છે.