શોધખોળ કરો

તારક મહેતાની 'સોનૂ'એ મેકર્સ પર લગાવ્યા હેરેસમેન્ટના આરોપ, સપોર્ટમાં ઉતરી જેનિફર, કહ્યું- તે જગ્યા એવી.....

Palak Sindhwani Accusations: પોતાની કૉમેડી કે ટીઆરપી નહીં પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર હેડલાઇન્સમાં છે

Palak Sindhwani Accusations: પોતાની કૉમેડી કે ટીઆરપી નહીં પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. આ વખતે ચર્ચામાં પલક સિંધવાની છે જે શૉમાં સોનુનું પાત્ર ભજવી રહી છે. પલકએ શોના મેકર્સ પર તેને માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. પલકના આરોપોને પલક મિસ્ત્રી બેનીવાલે સમર્થન આપ્યું છે, જેણે એક સમયે આ શોમાં મિસેજ સોઢીની ભૂમિકા ભજવી હતી. તમને જણાવી દઈએ કે જેનિફરે શોમાં મેકર્સ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો, જેના પછી બધા ચોંકી ગયા હતા.

શૉના મેકર્સ પર આ એક્ટર્સે લગાવ્યો આરોપ 
પલક પહેલા જેનિફર અને તેના પહેલા ઘણા કલાકારોએ શો છોડ્યા બાદ મેકર્સ પર આરોપ લગાવ્યા છે. કેટલાકે હેરાનગતિ, કેટલાકે પરેશાન, કામ કર્યા બાદ વેતન ના મળવા વગેરે આક્ષેપો કર્યા છે. જેનિફર પછી, પ્રિયા આહુજા રાજદા અને મોનિકા ભદોરિયા જેવા કલાકારોએ પણ નિર્માતાઓ પર આવા જ હેરાન કરનારા આક્ષેપો કર્યા હતા. લાંબા સમય સુધી શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ મેકર્સ પર તેમને પૈસા ના આપવાનો આરોપ લગાવ્યો અને મામલો કોર્ટમાં પહોંચ્યો.

પલક સિંધવાણીને લઇને જેનિફરે શું કહ્યું 
પલક હાલમાં અસિત કુમાર મોદીના શોમાં સોનુનું પાત્ર ભજવી રહી હતી. શો છોડ્યા બાદ પલકને લીગલ નૉટિસ મોકલવામાં આવી હતી, ત્યારબાદ એક્ટ્રેસે આરોપ લગાવ્યો હતો કે તેને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પલકનો આરોપ છે કે મેકર્સ દ્વારા તેને ધમકાવવામાં આવી રહી છે અને હેરાન કરવામાં આવી રહી છે.

View this post on Instagram
 
A post shared by Jennifer Mistry Bansiwal🧚‍♀️♾ (@jennifer_mistry_bansiwal)

આ પછી પલકના સમર્થનમાં બોલતા જેનિફરે કહ્યું કે પલક સાથે જે થઈ રહ્યું છે તે શોના દરેક સભ્ય સાથે થાય છે. ટાઈમ્સ નાઉ સાથે વાત કરતી વખતે જેનિફરે કહ્યું કે જે પણ શો છોડવા માંગે છે તેની સાથે મેકર્સ એવું જ કરે છે. નિર્માતાઓએ ક્યારેય કોઈને સરળતાથી શો છોડવા નથી દીધો. તે જગ્યા કલાકારો માટે જેલ સમાન છે. જેનિફરે કહ્યું કે પલક ખૂબ જ સ્વીટ છે અને મને એ વાતની ચિંતા છે કે મેકર્સે તેને પેમેન્ટ ન કર્યું હોય.

જેનિફરે કહ્યું કે શો છોડ્યા બાદ રાજ અનડકટ, શૈલેષ લોઢા, ગુરુચરણ સિંહ બધાને સમાન સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જેનિફરને આશા છે કે પલક પરિસ્થિતિને સારી રીતે સંભાળશે. આવી બાબતોથી શો અને પ્રોડક્શન પર ખરાબ અસર પડશે.

આ પણ વાંચો

Ishita Raj: 'પ્યાર કા પંચનામા' એક્ટ્રેસ ઈશિતા રાજનો બોલ્ડ સાડી લૂક વાયરલ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
Crime News: કોલેજીયન યુવતીઓને ટાર્ગેટ કરતી ગેંગના સભ્યની મધ્ય પ્રદેશથી ધરપકડ, જાણો સાયબર સેલે કેવી રીતે પાડ્યો ખેલ
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
રેશન કાર્ડમાં મોટો ફેરફારઃ ઘઉં અને ચણાની સાથે સાથે સરકાર દ્વારા 10 વધુ વસ્તુઓ મફત આપવામાં આવી રહી છે
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Embed widget