શોધખોળ કરો
Advertisement
ફક્ત એક એપિસૉડ માટે 'દયા ભાભી' ફરીથી આવશે સીરિયલમાં? -'તારક મહેતા શૉનો મોટો પ્લાન'
ખાસ વાત એ છે કે, આ ઘટનાને લઇને હજુ સુધી મેકર્સ તરફથી દયા ભાભીની વાપસીના કોઇ સમાચાર સામે આવ્યા નથી
મુંબઇઃ ટીવીનો સૌથી પૉપ્યૂલર શૉ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં ફરી એકવાર દિશા વાકાણી ઉર્ફે દયા ભાભીની વાપસી થઇ શકે છે. રિપોર્ટ છે કે દિશા વાકાણી માત્ર એક એપિસૉડ માટે શૉમાં આવી શકે છે. ખરેખરમાં થયુ એવુ છે કે જેઠાલાલ બબિતાને ઇમ્પ્રેસ કરવા માટે દયાની વાપસીનુ આશ્વાસન આપ્યુ છે.
ઘટના એવી છે કે, અય્યર પોતાના બૉસને ઇમ્પ્રેસ કરવા માટે તે પોતાના ઘરે જમવા માટે બોલાવે છે, અય્યર પોતાના બૉસને કહે છે કે તેની પત્ની બબિતાને ખુબ સરસ ગુજરાતી વાનગીઓ બનાવતા આવડે છે, આ સાંભળીને અય્યરનો બૉસ અય્યરના ઘરે જમવા આવવા માટે તૈયાર થઇ જાય છે. પણ વાત ત્યાં અટકે કેમકે જ્યારે બબિતાને ખબર પડે છે ત્યારે.
ખરેખરમાં, બબિતાને ગુજરાતી વાનગીઓ બનાવતા આવડતી નથી. હવે આ સિલસિલામાં જેઠાલાલા આવે છે અને જેઠાલાલ બબિતાને ઇમ્પ્રેસ કરવા માટે ગુજરાતી વાનગી બનાવવા માટે મદદ કરવાનું આશ્વાસન આપે છે. હવે આ ઘટના પરથી માની શકાય છે કે બબિતાને મદદ કરવા માટે જેઠાલાલ દયા ભાભીને એક શૉ માટે બોલાવી શકે છે. કેમકે આ ઘટનાનો તોડ માત્ર દયા ભાભી જ કાઢી શકે એમ છે.
ખાસ વાત એ છે કે, આ ઘટનાને લઇને હજુ સુધી મેકર્સ તરફથી દયા ભાભીની વાપસીના કોઇ સમાચાર સામે આવ્યા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement