શુટિંગ સેટ પર કેવી હતી Tunisha Sharma? કો-સ્ટાર સપના ઠાકુરે જણાવી ચોંકાવનારી વાતો
Tunisha Sharma Case: તુનિષા શર્માના મૃત્યુના ઘણા દિવસો બાદ અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ સિરિયલનું શૂટિંગ ફરી શરૂ થયું છે. ત્યારે અભિનેત્રી સપના ઠાકુરે ખુલાસો કર્યો કે તુનિષા સેટ પર ખૂબ ખુશ રહેતી હતી.
Tunisha Sharma Case Update: 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ' સિરિયલનું શૂટિંગ ફરી એકવાર શરૂ થઈ ગયું છે. બીજી તરફ અભિનેત્રી તુનીષા શર્માના મૃત્યુ બાદ કામ પર પરત ફરેલી સહ-અભિનેત્રી સપના ઠાકુરે કહ્યું કે, 'ધ શો મસ્ટ ગો ઓન' કહેવું સરળ છે, કરવું સરળ નથી. “જે ક્ષણે હું સેટ પર પહોંચી, મને મારી છાતીમાં ભારેપણું લાગ્યું. ઠાકુર આગળ કહે છે, “સેટ પરની લાગણીને શબ્દોમાં વર્ણવવી ખૂબ મુશ્કેલ છે. એવું લાગતું હતું કે જાણે કોઈ ભારે વજન અમારા પર બાંધવામાં આવ્યું છે અને અમે તે જ વજન સાથે ચાલી રહ્યા છીએ. ઠાકુરે ગયા અઠવાડિયે ગુરુવારે કેટલાક સીન શૂટ કર્યા હતા. તુનીશાએ 24 ડિસેમ્બર 2022ના રોજ આ શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
આખી ટીમ હજુ પણ આઘાતમાં છે
સેટ પરના વાતાવરણનું વર્ણન કરતાં, ઠાકુરે ખુલાસો કર્યો કે લોકો વધારે વાત કરતા ન હતા અને તે સામાન્ય કરતા અલગ હતું, તેણે કહ્યું, 'આખી ટીમ હજુ આઘાતમાંથી બહાર આવી નથી. શૂટિંગ માટે સેટ પર પાછા જવાનું ભારે હતું. તે કહેવું ખૂબ જ સરળ છે કે શો ચાલુ જ હોવો જોઈએ, પરંતુ જ્યારે તમે તેનો સામનો કરો છો અને તેમાંથી પસાર થાવ છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે તે કેટલું મુશ્કેલ હોય છે."
View this post on Instagram
તુનિષા હંમેશા ખુશ રહેતી હતી
સેટ પર તુનિષા સાથે વિતાવેલી પળોને યાદ કરતાં ઠાકુરે કહ્યું, “તે હંમેશા ખુશ રહેતી હતી અને સેટ પર ડાન્સ કરતી હતી. અમે તેને સેટ પર ક્યારેય ઉદાસ કે શાંત પણ જોઇ નથી. તે હંમેશા મસ્તી કરતી રહેતી હતી, ગાતી હતી અને ડાન્સ કરતી હતી. તે મારા વતન ચંદીગઢની હતી અને અમે પંજાબીમાં વાત કરતા હતા, તે પોતાનામાં જ ઉત્સાહિત રહેતી હતી. મને એ જાણીને આઘાત લાગ્યો છે કે તે ડિપ્રેશનમાં હતી અને તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરી રહી હતી.
શીજાન સાથે તુનીષાના સંબંધ પર સાધ્યું મૌન
તુનિષાના શીઝાન સાથેના સંબંધોના અહેવાલો પર, ઠાકુરે ફક્ત એટલું જ કહ્યું કે "હવે જે અહેવાલો આવી રહ્યા છે, તેનાથી અમને તેમના સંબંધોની ઊંડાઈ પણ જાણવા મળી રહી છે." જણાવી દઈએ કે તુનિષાને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ શીજાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે.