Tunisha Sharma પાસે નહોતા પૈસા, દોસ્ત સોનિયા સિંહે કર્યા ચોંકાવનારા ખુલાસા, કહ્યું- મારી પાસે 3 હજાર રૂપિયા માંગેલા
Tunisha Sharma: તુનિષા શર્માના મૃત્યુ બાદ તેના મિત્રો ચોંકાવનારા ખુલાસા કરી રહ્યા છે. ત્યારે હવે તુનિષાની મિત્ર અને ભૂતપૂર્વ કો-સ્ટાર સોનિયા સિંહે ખુલાસો કર્યો કે અભિનેત્રી પાસે પૈસાની તંગી રહેતી હતી
Tunisha Sharma Suicide Case: 'અલી બાબા' એક્ટ્રેસ તુનીષા શર્માએ તેના શોના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાના મૃત્યુ પછી તેની માતા વનિતા શર્માએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને કો-એક્ટર શીજાન ખાન વિરુદ્ધ તેની પુત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો હતો. ત્યારથી શીજાન ખાન પોલીસની કસ્ટડીમાં છે અને કેસની તપાસ ચાલી રહી છે. આ બધાની વચ્ચે તુનિષા શર્માની મિત્ર અને પૂર્વ સહ અભિનેતાએ દિવંગત અભિનેત્રી વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
તુનિષા શર્માની મિત્ર સોનિયાએ જણાવ્યું કે અભિનેત્રી નારાજ હતી
તુનિષા શર્માની મિત્ર અને ભૂતપૂર્વ કો-સ્ટાર સોનિયા સિંહે ખુલાસો કર્યો કે 'અલી બાબા' અભિનેત્રી થોડા અઠવાડિયાથી પરેશાન હતી. જેના કારણે તે તેની સાથે વાત ઓછી થતી હતી. જો કે તેઓ ડિસેમ્બરમાં મળ્યા હતા. તે દરમિયાન તુનીશાએ કહ્યું હતું કે શિઝાને રિલેશનશિપમાં થોડી સ્પેસ માંગી છે ત્યારે મે તેને સમજાવેલી કે રિલેશનમાં આવું બધુ ચાલ્યા કરે.
તુનિષાને ઘણીવાર પૈસાની તંગી રહેતી હતી
સોનિયાએ એવો પણ ખુલાસો કર્યો હતો કે તુનીશાને ઘણીવાર પૈસાની તંગી રહેતી હતી. તેણે કહ્યું, “તુનીષા પાસે ઘણીવાર પૈસા નહોતા. તાજેતરમાં તેણે મારી પાસે 3000 રૂપિયા ઉધાર માંગ્યા હતા. પછી મેં તેને પૂછ્યું કે શું થયું કે તેની પાસે આટલા પૈસા પણ નથી. સોનિયાએ એમ પણ કહ્યું કે તુનિષાના મૃત્યુના એક દિવસ પહેલા તુનિષાએ મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું તેની માતાને એવું કહું કે હું તેની સાથે છું.
તુનિષાએ 24 ડિસેમ્બરે આત્મહત્યા કરી હતી
જણાવી દઈએ કે ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ 24 ડિસેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી. તે કો-એક્ટર અને એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાનના મેક-અપ રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. 'અલી બાબા' સ્ટારને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી. તુનિષાના મૃત્યુ બાદ તેની માતાએ શીઝાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. શીજાન હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
તુનિષા કરોડોની સંપત્તિ માતા માટે છોડી ગઈ
20 વર્ષની તુનિષાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ભારતના 'વીર પુત્ર-મહારાણા પ્રતાપ'થી કરી હતી. તે 'ચક્રવર્તી અશોક સમ્રાટ', 'ગબ્બર પુંછવાલા', 'શેર-એ-પંજાબ: મહારાણા રણજિત સિંહ', 'ઈન્ટરનેટ વાલા લવ' અને 'ઈશ્ક શુભાન અલ્લાહ' જેવી સિરિયલમાં પણ જોવા મળી હતી. તુનિષાએ કેટરીના કૈફની ફિલ્મ 'ફિતૂર'માં બાળપણની ભૂમિકા ભજવી છે. આ સિવાય તે 'અલીબાબા દાસ્તાને કાબુલ'માં રાજકુમારી મરિયમનો રોલ કરી રહી હતી. આ સિવાય તુનિષાએ બાળકલાકાર તરીકે 'બાર બાર દેખો', 'કહાની-2', 'દબંગ-3' જેવી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તુનિષાએ નાની ઉંમરમાં ફિલ્મ તથા ટીવીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. તુનિષાની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે 15 કરોડની સંપત્તિ છે, જેમાં મુંબઈના ભાયંદરમાં પોતાનો ફ્લેટ પણ સામેલ છે. હવે આ ફ્લેટ તુનિષાની માતા વનીતાને મળશે. તુનિષા પાસે લક્ઝુરિયસ કાર પણ હતી.