Vaishali Thakkar: શું પૂર્વ પ્રેમીથી કંટાળીને વૈશાલીએ પોતાનો જીવ આપી દીધો? પોલીસે આપ્યું મોટું નિવેદન
નાના પડદાની જાણીતી અભિનેત્રી વૈશાલી ઠક્કરે રવિવારે આત્મહત્યા કરી લીધી હતી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરીયલથી જાણીતી બનેલી વૈશાલી ઠક્કરના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.
Vaishali Thakkar Death Reason: નાના પડદાની જાણીતી અભિનેત્રી વૈશાલી ઠક્કરે રવિવારે આત્મહત્યા કરી લીધી હતી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરીયલથી જાણીતી બનેલી વૈશાલી ઠક્કરના (Vaishali Thakkar) 0મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. વૈશાલી 1 વર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબજે કર્યો હતો. પોલીસને ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે.
સુસાઈડ નોટ મળી આવ્યા બાદ ચર્ચા થઈ રહી છે કે એવું કયું કારણ હતું જેના કારણે આ અભિનેત્રીએ પોતાનો જીવ ગુમાવ્યો. જાણીતું છે કે વૈશાલી ઠક્કરની આત્મહત્યાના સમાચાર સાંભળ્યા પછી, તેના વતન ઇન્દોરની પોલીસ એક્શનમાં આવી ગઈ છે. આવી સ્થિતિમાં વૈશાલી ઠક્કરની આત્મહત્યાને લઈને રાજ્ય પોલીસ તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે.
આ કારણે વૈશાલી ઠક્કરે જીવ ગુમાવ્યો...
છેલ્લા એક વર્ષથી વૈશાલી ઠક્કર મનોરંજનની દુનિયાથી અંતર બનાવી રહી હતી. જેના કારણે તે ઈન્દોરમાં તેના ઘરે રહેતી હતી. વૈશાલી ઠક્કરની આત્મહત્યાના સમાચાર 16 ઓક્ટોબર એટલે કે રવિવારના રોજ પ્રકાશમાં આવ્યા હતા. માહિતી મળતા જ ઈન્દોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી વૈશાલીનો મૃતદેહ તેમજ સુસાઈડ નોટ મળી આવી છે.
હવે વૈશાલીની આત્મહત્યા પાછળના કારણને લઈને ઈન્દોરના ACP મોતીઉર રહેમાનનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે - "વૈશાલી ઠક્કર નામની અભિનેત્રીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. એક સુસાઈડ નોટ મળી આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે તેને તેના જૂના બોયફ્રેન્ડ દ્વારા હેરાન કરવામાં આવતી હતી. વૈશાલીને હેરાન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે." સમાચાર એજન્સી ANIના ટ્વીટ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
वैशाली ठक्कर नाम की अभिनेत्री ने फांसी लगाकर आत्महत्या की है। सुसाइड नोट मिला है जिसे पढ़कर लग रहा है कि उनको उनका एक पुराने प्रेमी तंग कर रहा था। जिन लोगों ने उनको परेशान किया है उनके खिलाफ कार्रवाई की जाएगी: ACP मोतिउर रहमान, इंदौर
— ANI_HindiNews (@AHindinews) October 16, 2022
(फोटो सोर्स: वैशाली ठक्कर इंस्टाग्राम अकाउंट) pic.twitter.com/ycSix1zsRD