'તારક મહેતા....'માં કોણ લેશે નટુકાકાનું સ્થાન ? જાણો મહત્વના સમાચાર
નટુકાકાની ભૂમિકા અદા કરનાર ઘનશ્યામ અચાનક નાયકનું નિઘન થઇ ગયું, આ ગુજરાતી એક્ટર છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડિત હતા, એક વર્ષની તેમની કેન્સરની સારવાર પણ ચાલતી હતી
મુંબઇઃ ટેલિવિઝનની સૌથી લાંબી અને સૌથી લોકપ્રિય સીરિયલ એવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ નટુકાકાના નામને લઇને ચર્ચાએ છે. ગુજરાતી કલાકાર ધનશ્યામ નાયકે તારક મહેતા સીરિયલમાં નટુકાકાનો રૉલ કરીને બધાના હ્રદય જીતી લીધી, પરંતુ હવે નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. સોમવારે નટુકાકાની ભૂમિકા અદા કરનાર ઘનશ્યામ અચાનક નાયકનું નિઘન થઇ ગયું, આ ગુજરાતી એક્ટર છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડિત હતા અને એક વર્ષની તેમની કેન્સરની સારવાર પણ ચાલતી હતી. તેમણે અંતિમ શ્વાસ હોસ્પિટલમાં જ લીધા
શૉના પ્રૉડ્યૂસર અસિત મોદીએ પણ નટુકાકા-ધનશ્યામ નાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શૉના તમામ કેરેક્ટર નટુકાકાના નિધનથી દુઃખી થયા હતા. પરંતુ સવાલ એ છે કે આ લોકપ્રિય શૉમાં નટુકાકાની ભૂમિકા હવે કોણ ભજવશે, ઘડા ઇલેક્ટ્રૉનિક્સમાં બાગાની સાથે કોણ કામ કરશે. આ બધા સવાલોનો જવાબ મળવો મુશ્કેલ છે. પરંતુ આ કેરેક્ટરને લઇને કેટલીક વાતો સામે આવી છે.
77 વર્ષીય નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની જગ્યાએ ઘડા ઇલેક્ટ્રૉનિક્સમાં બાવરી, બાઘાનો સાથ આપી શકે છે, એટલે જેમ નટુકાકા બાઘાની સાથે હતા, તે રીતે હવે શૉમાં બાવરી નિયમિત રીતે કેરેક્ટર નિભાવી શકે છે. આનાથી નટુકાકાની જગ્યા પણ પુરાઇ જશે અને બાઘાને સાથી પણ મળી જશે. શૉના પ્રૉડ્યૂસર અસિત મોદીએ કહ્યું હતુ કે, શૉમાં નટુકાકાનુ પાત્ર ઘનશ્યામ નાયકે અમર બનાવી દીધુ છે, અને દર્શકોને નટુકાક તરીકે બીજા એક્ટરને સ્વીકારવો કઠીન બનશે. રિપોર્ટ છે કે, નટુકાકાની જગ્યાએ શૉમાં એટલે કે ઘડા ઇલેક્ટ્રૉનિક્સમાં અન્ય કેરેક્ટરને લાવવામાં નહીં આવે. નટુકાકાનુ કામ બાવરી કરશે, બાવરી શિક્ષિત પણ છે અને એકાઉન્ટન્ટનુ કામ કરી શકશે. આ ઉપરાંત બાઘા અને બાવરીની જોડી કેટલીય મજેદાર પરિસ્થિતિઓ પેદા કરશે અને જેઠાલાલને પરેશાન પણ કરશે. જેથી શૉની લોકપ્રિયતા વધશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી શૉમાં કેટલાય કેરેક્ટરો એવા છે જેને રિપ્લેસ કરવામા આવ્યા છે, પરંતુ હવે નટુકાકાનુ કેરેક્ટર રિપ્લેસ થવાના ચાન્સીસ બહુ ઓછા છે.
આ પહેલા શૉમાં હાથી ભાઇના કેરેક્ટરમાં કવિ આઝાદનુ નિધન થતા તેની જગ્યાએ નિર્મલ સોનીને લાવવામાં આવ્યા, ટપુના કેરેક્ટરમાં ભવ્ય ગાંધીની જગ્યાએ રાજ અનડકટ અને અંજલિ મહેતાની જગ્યાએ સુનૈના ફૌજદાર તથા સોઢીના કેરેક્ટરમાં બલવિન્દર સિંહને લાવવામાં આવ્યા છે. પરંતુ હવે શૉમાં વધુ સભ્યોનો ઉમેરો કરવામાં આવે તેવી શક્યતા નહીંવત છે.
'તારક મહેતા કા.....'ના નટુકાકાના અંતિમ સંસ્કારમાં સીરિયલના આ ટોચના કલાકારો જ ગેરહાજર, જાણો કોણ કોણ આવ્યું ?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકાની ભૂમિકા અદા કરનાર ઘનશ્યામ પટેલનું રવિવારે નિઘન થઇ ગયું. તેમના અંતિમ સંસ્કારમાં તારક મહેતાની ટીમના કેટલાક કલાકાર પહોચ્યાં હતા તો શોના કેટલાક શોના ટોચના કલાકાર જ હતા દેખાયા.
તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનો ભૂમિકા અદા કરનાર શૈલેષ લૌઢા તેમની અંતિમ યાત્રામાં ન હતા જોડાયા. તોતારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાની પત્નીની ભૂમિકા અદા કરનાર નેહા મહેતા અને હાલ તેની પત્નીની ભૂમિકા અદા કરનાર સુનૈના ફોજદાર પણ હાજર ન હતી રહી,
તો શોમાંથી લાંબા સમયથી ગાયબ રહેનાર દયાબેનની ભૂમિકા અદા કરનાર દિશા વાકાણી પણ ન હતી પહોંચી. તો ડોકટર હાથીની પત્નીની અદા કરનાર અંબિકા રંજનકર પણ હાજર ન હતી રહી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો રાજ અનડક્ટ અને આત્મતુકારામ ભીંડેની ભૂમિકા અદાકારનાર મંદાર ચંદવાદકર પણ અંતિમ વિદાય વેળાને ન હતા દેખાયા. તેની પત્ની માધવીની ભૂમિકા અદા કરનાર સોનાલિકા જોશી પણ ફ્યુરનલ સમયે ન હતી પહોંચી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર હાથીની ભૂમિકા અદા કરનાર નિર્મલ સોની પણ ઘનશ્યામ નાયકની અંતિમ વિદાય સમયે હાજર ન હતા રહ્યાં. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલની ભૂમિકામાં જોવા મળતાં શ્યામ પાઠક પણ ઘનશ્યામ પટેલની વિદાય વેળાએ હાજર ન હતા રહી શક્યા.