શોધખોળ કરો

Wrestler : પહેલવાનો સાથે મારપીટ મામલે TV અભિનેત્રી આવી આગળ, કહ્યું કે...

બુધવારે મોડી રાત્રે વિરોધ કરી રહેલા દિલ્હી પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે ભારે ઝપાઝપી અને ઘર્ષણ થયું હતું.

Gauahar Khan On Vinesh Phogat Cry Video: ભારતીય કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને લઈને ધરણા કરી રહ્યા છે. ભારતીય મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ મામલે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બુધવારે મોડી રાત્રે વિરોધ કરી રહેલા દિલ્હી પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે ભારે ઝપાઝપી અને ઘર્ષણ થયું હતું. આ પછી ભારતીય રેસલર વિનેશ ફોગટનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રડતી જોવા મળી રહી છે. હવે આ મામલે અભિનેત્રી મહિલા પહેલવાનનો લક્ષ લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે.

અભિનેત્રીએ કુસ્તીબાજોને લઈ કહ્યું કે....

ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટનો રડતો વિડિયો સમાચાર એજન્સી પીટીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. ટીવી અભિનેત્રી ગૌહર ખાને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વીડિયોને રીટ્વીટ કર્યો છે. આ સાથે ગૌહરે આ ટ્વીટમાં લખ્યું છે કે- 'જો આનાથી તમારું દિલ ન તૂટે તો તમે કદાચ નિર્જીવ છો. આ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમના પર હુમલો કરવામાં આવી રહ્યો છે.'

"અભિનેત્રીએ આગળ ઉમેર્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ છે. તેઓ ન્યાય માટે લડી રહ્યા છે, મહેરબાની કરીને તેમની દુર્દશા સાંભળો." આ રીતે WFI ચીફ (WFI) બ્રિજ ભૂષણ શરણ સિંહ અને ભારતીય કુસ્તીબાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ પર અભિનેત્રી ગૌહર ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે.

અભિનેત્રી બનવા જઈ રહી છે માતા

ગૌહર ખાનની વાત કરીએ તો હાલમાં તે તેનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. હાલમાં જ ગૌહરે બેબી શાવરનો એક ખાસ કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં તમામ સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. ટૂંક સમયમાં જ ગૌહર ખાન અને તેના પતિ ઝૈદ દરબારનું ઘર ગુંજવા જઈ રહ્યું છે. બેબી બમ્પ સાથે ગૌહરની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર આવતી રહે છે.

ગૌહર ખાને તેમના લગ્ન મુદ્દે કર્યો ખુલાસો, પતિ જૈદે આ કારણે લગ્ન કેન્સલ કરવાની આપી હતી ધમકી

બોલિવૂડ:એક્ટ્રેસ ગોહરખાને તેમના લગ્ન અને પતિ જૈદને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, જૈદએ તેમને કહ્યું હતું કે, જો તે તેમની વાત નહીં સ્વીકારે તો તે આ લગ્ન કેન્સલ કરી દેશે.

ફેન્સ માટે એક્ટ્રેસ ગોહર ખાન અને પતિ  જૈદની  બી ટાઉનની ફેવરિટ જોડી માંથી એક છે. બંને સોશિયલ મીડિયા પર તેમનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. બંનેના લગ્ન ગત વર્ષ ડિસેમ્બરમાં થયા હતા. હાલ જ આ કપલ લગ્નના 6 મહિના બાદ હનિમૂન માટે ગયું હતું. જો કે આ બધા વચ્ચે ગૌહરખાને એક ચૌંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, જૈદે લગ્ન માટે એક શરત મૂકી હતી. જેને હર હાલમાં પુરી કરવાની હતી.

જૈદે લગ્ન માટે રાખી હતી શરત
તાજેતરમાં જ શો કોફિ ટાઇમ વિથ ગ્રિહામાં પહોંચેલી ગોહરખાને તેમના લગ્નને લઇને કેટલાક ખુલાસા કર્યાં હતા. તેમને લગ્ન બાદનો એક કિસ્સો શેર કરતા કહ્યું કે.જૈદે મને કહ્યું હતું કે, “હું તારા માટે તારા કામનું શેડ્યુઅલ બધુ જ મેનેજ કરી લઇશ પરંતુ જો તું લગ્નમાં મહેંદી નહીં લગાવે તો હું લગ્ન નહીં કરું,. જૈદને મહેંદી ખૂબ જ પસંદ છે. તે ઇચ્છતો હતો કે હું લગ્નમાં મહેંદી જરૂરથી લગાવવું”

ટોપ સ્ટોરી

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget