શોધખોળ કરો
શું છે આમિર અને બિગ-બીની 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ની કહાની? ત્રીજા ટીઝરમાં ખુલ્યુ રાજ
1/5

બાદમાં સ્લીમનને ખબર પડી કે 200 સભ્યોની એક ટુકડી છે, જે લૂંટ અને હત્યા કરી રહી છે. તેના મુખીનુ નામ બેહરામ ઠગ હતું. અંગ્રેજોને ખુબ મહેનત બાદ બેહરામને પકડવામાં સફળતા મળી. કર્નલ સ્લીમને લગભગ 1400 ઠગોને ફાંસી પર લટકાવી દીધા. મધ્યપ્રદેશના કટનીમાં સ્લીમનના નામથી એક મહોલ્લો પણ છે.
2/5

શું છે ઠગો અને અંગ્રેજોનું કનેક્શનઃ-- ફિલ્મની કહાની 17મી અને 18મી સદીની આસપાસ દેખાઇ રહી છે. ઇતિહાસ પર નજર કરીએ તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતના કેટલાક ભાગોમાં ઠગોનું રાજ હતુ. ઠગી એક વ્યવસાય તરીકે હતો. તે દરમિયાન ઇર્સ્ટ ઇન્ડિયા કંપનીના કેટલાય કર્મચારીઓ ગાયબ થવા લાગ્યા. તેમના પાછળ ઠગોનો હાથ હતો. કંપનીમાંથી ગાયબ થઇ રહેલા કર્મચારીઓનું રાજ જાણવા માટે એક અંગ્રેજ ઓફિસરને મોકલવામાં આવ્યો હતો, તે ઓફિસરનું નામ સ્લીમન હતું.
Published at : 21 Sep 2018 10:46 AM (IST)
View More





















