શોધખોળ કરો
Advertisement
સેજલ શર્માના ટ્વીટથી બોલિવૂડમાં ખળભળાટ, ટ્વીટ કરીને કહ્યું- ‘હું જીવુ છું....’
બન્નેના નામ હિન્દીમાં જરૂર સરખા છે પરંતુ અંગ્રેજીમાં થોડાક ફરક છે.બીજી અભિનેત્રી સેજલ શર્મા તેનુ નામ અંગ્રેજીમાં ‘sezal sharma’ લખે છે.
નવી દિલ્હીઃ શુક્રવારે ટીવી શો ‘દિલ તો હૈપ્પી હે જી’ની એક્ટ્રેસ સેજલ શર્માની આત્મહત્યા બાદ સમગ્ર બોલિવૂડ શોકમાં છે. હાલમાં ટીવી એક્ટર કુશલ પંજાબીની આત્મહત્યાને એક મહિનો પણ નથી થયો અને હવે સેજલ શર્માની આત્મહત્યાના અહેવાલથી સમગ્ર ટીવી ઉદ્યોગને હચમચાવી દીધું છે. પરંતુ આ બધાની વચ્ચે એક એક્ટ્રેસ દ્વારા કરવામાં આવેલ ટ્વીટે બધાને ચોંકાવી દીધા છે. આખરે આ એક્ટ્રેસ કોણ છે અને તેના ટ્વીટથી આત્મહત્યા કરનારી એક્ટ્રેસ સેજલ શર્માનો સંબંધ શું છે? જાણીને તમે પણ મુંઝણવમાં આવી જશો.
જે એક્ટ્રેસે ટ્વિટ કર્યું છે તેનું નામ પણ સેજલ શર્મા છે અને આ કારણે જ તેની મુશ્કેલી વધી ગઈ જ્યારે બીજી સેજલ શર્માના આત્મહત્યાના અહેવાલ સામે આવ્યા અને લોકો તેને મૃત સમજી રહ્યા છે. સેજલની આત્મહત્યાની ખબર સામે આવ્યા બાદ બીજી સેજલ શર્માને લોકો સોશિયલ મીડિયા પર શ્રંદ્ઘાજલિ આપવા લાગ્યા. એટલું જ નહીં ઘણા લોકોએ તેની તસવીરોનો ઉપયોગ કેટલાક મીડિયા તરફથી ભૂલથી સેજલની આત્મહત્યા વાળી ખબરમાં પણ ઉપયોગ કરી. જે બાદ અભિનેત્રીની મુશ્કેલી વધવા લાગી. ત્યારે જઇને તેને તેના ટ્વિટર પર લોકોને આ અંગે જાણકારી આપી.
બન્નેના નામ હિન્દીમાં જરૂર સરખા છે પરંતુ અંગ્રેજીમાં થોડાક ફરક છે. આત્મહત્યા કરનારી સેજલ શર્માએ તેનું નામ અંગ્રેજીમાં ‘Sejal Sharma’ લખતી હતી. ત્યારે બીજી અભિનેત્રી સેજલ શર્મા તેનુ નામ અંગ્રેજીમાં ‘sezal sharma’ લખે છે. સેજલે ટ્વિટ કરતા લખ્યું છે મારા મિત્રો અને પ્રશંસકોને જણાવવા માંગું છું કે હુ જીવું છું. હું અભિનેત્રી સેજલ શર્માની આત્મહત્યાની ખબરથી દુખી છું, હું મીડિયા દ્વારા મારી તસવીરોનો ઉપયોગ કરવા પર પણ ગુસ્સે છું, આવું કરવા પર મારા નજીકન લોકો ખૂબ દુખી થયા હતા.Hello... I want to convey to all my friends and fans that I am alive. I am shocked and saddened by the suicide of actress Sejal Sharma.. I am appalled by the media for their reckless act on using my pictures. It created a lot of panic and stress among my close ones. pic.twitter.com/sYotMPtg8Z
— sezal sharma (@sezaltheactor) January 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement