ઐશ્વર્યા રાયના 'ગુરૂ' હતા નટુકાકા ઘનશ્યામ નાયક, રોજ સવારે પગે પડીને લેતી આશિર્વાદ........ નટુકાકાએ ઐશ્વર્યાને શીખવી હતી ભવાઈ...
ઘનશ્યામ નાયક મૂળ ગુજરાતી કલાકાર હતા, સૌથી પહેલા તેમને ગુજરાતી રંગમંચ પર કામ કર્યુ, ભવાઇનુ સુપર સ્પેશ્યાલિસ્ટ કલાકાર પણ ગણાતા હતા.
Nattu Kaka taught Dance to Aishwarya Rai: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)નુ પૉપ્યુલર કેરેક્ટર નટુકાકા (Nattu Kaka) હવે આ દુનિયામાં નથી રહ્યાં. લાંબા સમય સુધી કેન્સર સામે ઝઝૂમ્યા બાદ નટુકાકા (Nattu Kaka)એ દુનિયાને અલવિદા કહી દીધુ છે. ઘનશ્યામ નાયક મૂળ ગુજરાતી કલાકાર હતા, સૌથી પહેલા તેમને ગુજરાતી રંગમંચ પર કામ કર્યુ, ભવાઇનુ સુપર સ્પેશ્યાલિસ્ટ કલાકાર પણ ગણાતા હતા.
ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) ઘણા સીનિયર એક્ટર હતા. તેમના નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી છે, ફેન્સ તેને સોશ્યલ મીડિયા પર યાદ કરી રહ્યાં છે, અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak)નુ ઇન્ડસ્ટ્રીમાં શું યોગદાન હતુ, આ એ વાતથી સાબિત થઇ જાય છે કે હમ દિલ દે ચૂકે સનમ (Hum Dil De Chuke Sanam)માં ઐશ્વર્યા રાય ઘનશ્યામ નાયકના પગે પડતી હતી અને આશીર્વાદ લેતી હતી.
ફિલ્મોમાં એશ્વર્યા રાયને શીખવાડ્યો હતો ડાન્સ-
ઘનશ્યામ નાયક ગુજરાતના હતા અને તેને ગુજરાતી ડાન્સની પણ ખુબ ઊંડી સમજ હતી. ફિલ્મમાં એશ્વર્યા રાયને ભવાઇ ડાન્સ કરવાનો હતો, તે સમયે એશ્વર્યાને ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકાએ જ મદદ કરી હતી. તેને એશ્વર્યાને શાનદાર ભવાઇ ડાન્સ કરીને બતાવ્યો હતો અને એશ્વર્યાએ તે ડાન્સને હૂબહૂ કૉપી કર્યો હતો. વળી એશ્વર્યા રાયે તેને ગુરુનો દરજ્જો આપ્યો હતો, અને સેટ પર તે ઘનશ્યામ નાયકના પગે પડીને આશીર્વાદ પણ લેતી હતી.
'તારક મહેતા....'માં કોણ લેશે નટુકાકાનું સ્થાન ? જાણો મહત્વના સમાચાર
ટેલિવિઝનની સૌથી લાંબી અને સૌથી લોકપ્રિય સીરિયલ એવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ નટુકાકાના નામને લઇને ચર્ચાએ છે. ગુજરાતી કલાકાર ધનશ્યામ નાયકે તારક મહેતા સીરિયલમાં નટુકાકાનો રૉલ કરીને બધાના હ્રદય જીતી લીધી, પરંતુ હવે નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. સોમવારે નટુકાકાની ભૂમિકા અદા કરનાર ઘનશ્યામ અચાનક નાયકનું નિઘન થઇ ગયું, આ ગુજરાતી એક્ટર છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડિત હતા અને એક વર્ષની તેમની કેન્સરની સારવાર પણ ચાલતી હતી. તેમણે અંતિમ શ્વાસ હોસ્પિટલમાં જ લીધા
શૉના પ્રૉડ્યૂસર અસિત મોદીએ પણ નટુકાકા-ધનશ્યામ નાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શૉના તમામ કેરેક્ટર નટુકાકાના નિધનથી દુઃખી થયા હતા. પરંતુ સવાલ એ છે કે આ લોકપ્રિય શૉમાં નટુકાકાની ભૂમિકા હવે કોણ ભજવશે, ઘડા ઇલેક્ટ્રૉનિક્સમાં બાગાની સાથે કોણ કામ કરશે. આ બધા સવાલોનો જવાબ મળવો મુશ્કેલ છે. પરંતુ આ કેરેક્ટરને લઇને કેટલીક વાતો સામે આવી છે.
77 વર્ષીય નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની જગ્યાએ ઘડા ઇલેક્ટ્રૉનિક્સમાં બાવરી, બાઘાનો સાથ આપી શકે છે, એટલે જેમ નટુકાકા બાઘાની સાથે હતા, તે રીતે હવે શૉમાં બાવરી નિયમિત રીતે કેરેક્ટર નિભાવી શકે છે. આનાથી નટુકાકાની જગ્યા પણ પુરાઇ જશે અને બાઘાને સાથી પણ મળી જશે. શૉના પ્રૉડ્યૂસર અસિત મોદીએ કહ્યું હતુ કે, શૉમાં નટુકાકાનુ પાત્ર ઘનશ્યામ નાયકે અમર બનાવી દીધુ છે, અને દર્શકોને નટુકાક તરીકે બીજા એક્ટરને સ્વીકારવો કઠીન બનશે. રિપોર્ટ છે કે, નટુકાકાની જગ્યાએ શૉમાં એટલે કે ઘડા ઇલેક્ટ્રૉનિક્સમાં અન્ય કેરેક્ટરને લાવવામાં નહીં આવે. નટુકાકાનુ કામ બાવરી કરશે, બાવરી શિક્ષિત પણ છે અને એકાઉન્ટન્ટનુ કામ કરી શકશે. આ ઉપરાંત બાઘા અને બાવરીની જોડી કેટલીય મજેદાર પરિસ્થિતિઓ પેદા કરશે અને જેઠાલાલને પરેશાન પણ કરશે. જેથી શૉની લોકપ્રિયતા વધશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી શૉમાં કેટલાય કેરેક્ટરો એવા છે જેને રિપ્લેસ કરવામા આવ્યા છે, પરંતુ હવે નટુકાકાનુ કેરેક્ટર રિપ્લેસ થવાના ચાન્સીસ બહુ ઓછા છે.
આ પહેલા શૉમાં હાથી ભાઇના કેરેક્ટરમાં કવિ આઝાદનુ નિધન થતા તેની જગ્યાએ નિર્મલ સોનીને લાવવામાં આવ્યા, ટપુના કેરેક્ટરમાં ભવ્ય ગાંધીની જગ્યાએ રાજ અનડકટ અને અંજલિ મહેતાની જગ્યાએ સુનૈના ફૌજદાર તથા સોઢીના કેરેક્ટરમાં બલવિન્દર સિંહને લાવવામાં આવ્યા છે. પરંતુ હવે શૉમાં વધુ સભ્યોનો ઉમેરો કરવામાં આવે તેવી શક્યતા નહીંવત છે.