શોધખોળ કરો
Advertisement
કોણ કરશે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ? આજે સુપ્રીમ કોર્ટ સંભળાવી શકે છે પોતાનો નિર્ણય
મંગળવારે કોર્ટે કેસમાં આદેશ અનામત રાખ્યો હતો અને તમામ પક્ષોને પોતાની દલીલો પર લેખિત નોટ જમા કરાવવા માટે કહ્યું હતું.
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત મોતના કેસની તપાસ કોણ કરશે, મુંબઈ પોલીસ, બિહાર પોલીસ કે પછી સીબીઆઈ, તેને લઈને આજે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય આપી શકે છે. આજે તમામ પક્ષ સુપ્રીમ કોર્ટમાં આજે લેખીત દલિલો જમા કરાવશે. કોર્ટ એ નક્કી કરશે કે કેસની તપાસ સીબીઆઈ અથવા મુંબઈ પોલીસમાંથી કોણ કરશે.
મંગળવારે કોર્ટે કેસમાં આદેશ અનામત રાખ્યો હતો અને તમામ પક્ષોને પોતાની દલીલો પર લેખિત નોટ જમા કરાવવા માટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકાર અને રિયા ચક્રવર્તીએ સીબીઆઈ તરફથી દાખલ એફઆઈઆર મુંબઈ પોલીસને સોંપવાની માગ કરી છે. જ્યારે બિહાર સરકાર અને સુશાંતના પિતાના વકીલને તેનો વિરોધ કર્યો છે.
સંજય પિઠાની પર શંકા વધી
સુશાંતના પિતાના વકીલે કહ્યું કે, સિદ્ધાર્થ પિઠાની સૌથી મોટો શંકાસ્પદ છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેના પિતાના વકીલ વિકાસ સિંહે એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં દાવો કર્યો હતો કે સિદ્ધાર્થ પિઠાની સૌથી મોટો શંકાસ્પદ છે, આ આત્મહત્યાનો કેસ નથી. એક મોટી વાત કહેતા તેમણે કહ્યું કે, conspiracy theory પ્રમાણે જોઈએ તો એ પણ હોઈ શકે કે સુશાંતને પહેલા બેભાન કરવામાં આવ્યો હોય.
ED પણ કરી રહ્યું છે તપાસ
ઈડીની તપાસમાં સુશાંતના ખાતાથી બે દિવસની અંદર સાડા ચાર કરોડની એફડી તોડવામાં આવી. એક એવા ફ્લેટનો હપ્તો ભરવામાં આવી રહ્યો હતો જેમાં તેની પૂર્વ ગર્લફ્રેન્ડ રહે છે. સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં ઈડીની તપાસમાં મહત્ત્વના ખુલાસા થયા છે. અત્યાર સુધી થયેલ તપાસ દરમિયાન જ્યાં સુશાંતના ખાતામાં કોરોડ રૂપિયા હાલમાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એ પણ જાણવા મળ્યું છે કે, સુશાંતના ખાતામાંથી એક એવા ફ્લેટના હપ્તા ભરવામાં આવતા હતા જેમાં તેની એક પૂર્વ ગર્લફ્રેન્ડ રહે છે. અત્યાર સુધી જે પૂછપરછ થઈ છે તેમાં એ વાત સામે આવી છે કે, સુશાંત પહેલાની ગર્લફ્રેન્ડ્સ પર પણ ખર્ચ કરી રહ્યો હતો અને તેનો 1 દિવસનો ખર્ચ 50,000 રૂપિયાથી ઉપર હતો. ઈડી અત્યાર સુધી સામે આવેલ તમામ જાણકારીની સત્યતાની તપાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement