શોધખોળ કરો
Advertisement
ભૂમાતા બ્રિગેડની લીડર તૃપ્તિ દેસાઈને મળ્યું બિગ બોસ સીઝન-10માં આમંત્રણ
દિલ્લી: ભૂમાતા બ્રિગેડની લીડર તૃપ્તિ દેસાઈને પ્રચલિત રિયાલિટી શો બિગ બોસની 10મી સીઝન માટે આમંત્રણ મળ્યું છે.જો તૃપ્તિ દેસાઈ આ શો માં પાર્ટિસિપેંટ કરશે તો બીગ બોસની આ સીઝન કંઈક અલગ અંદાજમાં જ જોવા મળશે.તૃપ્તિ એક એક્ટિવિસ્ટ છે તે શનિ શિંગળાપૂર અને નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં મહિલાઓના પ્રવેશ કરાવવા મામલે ચર્ચામાં આવી હતી.આ સાથે તૃપ્તિએ હાજી અલી દરગાહમાં પણ મહિલાઓના પ્રવેશ મુદ્દે અભિયાન ચાલુ કર્યું હતું.દરગાહના ટ્રસ્ટે મહિલાઓના મકબરામાં પ્રવેશને ઈસ્લામ વિરોધી ગણાવ્યું હતું.બીગ બોસ સીઝન 10 નો પ્રોમો 27 ઓગષ્ટના જ રીલિઝ કરી દેવામાં આવ્યો છે.
તૃપ્તિ દેસાઈએ SNDT મહિલા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી છે.તેણે 2010માં ભૂમાતા રણરાગિની બ્રિગેડની સ્થાપના કરી હતી.તૃપ્તિ અણ્ણા હજારેના ઇન્ડિયા અગેંસ્ટ કરપ્શન આંદોલનમાં પણ જોડાયેલી હતી.તૃપ્તિએ 26 જાન્યુઆરી 2016માં આશરે 500 મહિલાઓ સાથે શનિ મંદિરની પરંપરા તોડવાના આંદેલનની શરૂઆત કરી હતી.ત્યારબાદ 8 એપ્રિલ 2016માં મંદિરના ટ્રસ્ટે તેમને પૂજા કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement