ટીવી સીરિયલના આ જાણીતા એક્ટરને પોલીસે કરી દીધો જેલ ભેગો, પત્ની સાથે કરતો હતો મારામારી
એક્ટર કરણ મેહરાની મુંબઇ પોલીસે ધરપકડ કરી છે. તેના પર પત્ની નિશા રાવલ સાથે મારામારી અને ઘરેલુ હિંસાનો કેસ નોંધાયો છે.
મુંબઇઃ ટીવીના જાણીતા એક્ટર કરણ મેહરાની મુંબઇ પોલીસે ધરપકડ કરી છે. તેના પર પત્ની નિશા રાવલ સાથે મારામારી અને ઘરેલુ હિંસાનો કેસ નોંધાયો છે. નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, તેનો પતિ કરણ મેહરા તેની સાથે પહેલા લડાઇ-ઝઘડો કરતો અને પછી મારામારી પર ઉતરી આવતો હતો.
આ ઘટના બાદ નિશા રાવલે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવી દીધો હતો, ફરિયાદ બાદ પોલીસે કહ્યું કે, કરણ મેહરાની ધરપકડ કરી લેવામાં આવી છે. એક્ટર પર કલમ 336, 337, 332, 504, 506 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
આજે કોર્ટમાં હાજર કરાશે કરણ મેહરાને....
ઉલ્લેખનીય છે કે ઘણા દિવસો પહેલા કરણ મેહરા અને નિશા રાવલ વચ્ચે થોડીક અણબન ચાલી રહી હતી. તાજેતરમા જ કરણે આ તમામ વાતોને ખોટી ગણાવીને ફગાવી દીધી હતી. કરણ મેહરા અને નિશા રાવલે લગભગ 6 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 2012માં લગ્ન કરી લીધા હતા. બન્નેની મુલાકાત હંસતા-હંસતાના સેટ પર થઇ હતી. જ્યારે કરણ મેહરા બિગ બૉસમાં ગયો હતો ત્યારે નિશા પ્રેગનન્ટ હતી, બન્નેનો એક દીકરો પણ છે જેનો જન્મ 2017માં થયો હતો.
એક ઇન્ટરવ્યૂમાં કરણ મેહરાએ પોતાના પત્ની સાથેના સંબંધોને લઇને મોટુ નિવેદન આપ્યુ હતુ, તેને કહ્યું કે કે બન્ને વચ્ચે ચાલી રહેલી તકરારની વાતો એકદમ ખોટી છે. કૉવિડ દરમિયાન નિશાએ તેનુ પુરેપુરુ ધ્યાન રાખ્યુ છે.
કરણે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, તે થોડાક દિવસો પહેલા પંજાબી પ્રૉજેક્ટને લઇને શૂટિંગમાં બિઝી હતો, તેના માટે આ છેલ્લા અઠવાડિયા સુધી તણાવપૂર્ણ રહ્યા. તેને જણાવ્યુ કે, તે શૂટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેને શરીરમાં દુઃખાવો થયો અને થોડોક થાક લાગ્યો હતો. તેને કહ્યું કે તે મુંબઇ પરત ફર્યો હતો અને તેને ટેસ્ટ કરાવ્યો હતો, જેમા તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, બાદમાં તે પૉઝિટીવ નીકળ્યો હતો. હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. તેને કહ્યું હતુ કે મારી તબિયત એકદમ ઠીક છે અને મારી પત્ની નિશા મારુ પુરેપુરુ ધ્યાન રાખી રહી છે.