શોધખોળ કરો
Advertisement
40ની ઉંમરે આ એક્ટ્રેસ કરશે બીજા લગ્ન, મુલાકાતના દોઢ મહિનામાં જ બોયફ્રેન્ડે કર્યું હતું પ્રપોઝ
કામ્યા પંજાબી અને શલભની મુલાકાત આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી અને તેના દોઢ મહિના બાદ જ શલભે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
નવી દિલ્હીઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ કામ્યા પંજાબીના ફેન્સ માટે ખુશખબર છે. તેની ફેરવિર એક્ટ્રેસ આગામી વર્ષે લગ્ન કરવા જઈ રહી છે. કામ્યા હાલમાં દિલ્હીના હેલ્થકેર પ્રોફેશનલ શલભ ડંગને ડેટ કરી રહી છે. ગણેશોત્સવ દરમિયાન સેલિબ્રેશનની તસવીરોમાં બન્ને સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીર બન્નેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.
કામ્યા પંજાબી અને શલભની મુલાકાત આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી અને તેના દોઢ મહિના બાદ જ શલભે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બોમ્બે ટાઈમ્સને કામ્યાએ જણાવ્યું કે, પહેલા લગ્ન તૂટ્યા અને થોડા બ્રેકઅપ્સ બાદ તે કમિટેડ રિલેશનને લઈને થોડી નર્વસ હતી પરંતુ શલભે મને પ્રોત્સાહન આપ્યું. ધીમે ધીમે રિલેશનશિપને લઈને મારામાં વિશ્વાસ જાગ્યો અને આજે સ્થિતિ એ છે કે શલભને 16 વર્ષની યુવતીના પ્રથમ પ્રેમની જેમ ચાહુ છું.
શલભ અને કામ્યા બન્નેના આ બીજા લગ્ન છે. કામ્યાના લગ્ન પહેલા બિઝનેસમેન બંટી નેગી સાથે થયા હતા પરંતુ 2013માં બન્નેએ છૂટાછેડા લીધા હતા. આ લગ્નથી કામ્યાને ન વર્ષની દીકરી આરા પણ છે. જ્યારે શલભને પણ પ્રથમ પત્નીથી 10 વર્ષનો દીકરો ઈશાન છે. કામ્યાએ જણાવ્યું કે, અમારા ચારેય વચ્ચે સારું બને છે અને ઓક્ટોબરમાં દુબઈમાં રજા ગાણવા જઈ રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement